મારા જોઇનિંગ પહેલા આ બધું થઈ જવું જોઈએ: કોણ છે IAS પૂજા ખેડકર? જાણો સમગ્ર મામલો
- બંગલા અને કારની માંગને લઈને વિવાદમાં રહેલી મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરના ઘરે પૂણે પોલીસ પહોંચી હતી
મહારાષ્ટ્ર, 11 જુલાઇ: હાલ સમગ્ર દેશમાં ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનું નામ ચર્ચામાં આવ્યું છે. બંગલા અને કારની માંગને લઈને વિવાદમાં રહેલી મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરના ઘરે પૂણે પોલીસ પહોંચી હતી તેમજ હવે તેણી પોતાની વોટ્સએપ ચેટને લઈને પણ ચર્ચામાં છે. જેમાં તે પુણે કલેક્ટર ઓફિસના કર્મચારીઓને પોતાના આગમન પહેલા તેના ઘર, ઓફિસમાં બેસવાની જગ્યા અને વાહન સંબંધિત તમામ માહિતી પૂછતી જોવા મળે છે. આ કેસની પ્રાથમિક તપાસ દરમિયાન કલેક્ટર કચેરી દ્વારા આવા ત્રણ સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યા છે. જેમાંના એક મેસેજમાં પૂજા ખેડકર પોતાનો પરિચય એક ઓફિસર તરીકે આપતી પણ જોવા મળે છે.
#WATCH | Pooja Khedkar controversy | Pune Police personnel arrive at the residence of the Trainee IAS Officer in Pune, Maharashtra.
Pune Police Commissioner Amitesh Kumar says, “Pune Police to verify/examine the Audi Car which was being used by Trainee IAS Officer Pooja Khedkar,… pic.twitter.com/qLnwWdVsxk
— ANI (@ANI) July 11, 2024
નકલી સર્ટિફિકેટથી બની IAS?
મહારાષ્ટ્ર કેડરની ઓફિસર પૂજા પર એક પછી એક અનેક મોટા આરોપોનો લગાવવામાં આવ્યા છે. જેનું કારણ એ છે કે, તેના પર નકલી દસ્તાવેજો દ્વારા IASની નોકરી લેવાનો આરોપ છે. હકીકતમાં, પૂજા ખેડકર પર સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC પાસ કરવા માટે નકલી દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ (OBC) પ્રમાણપત્ર સબમિટ કરવાનો આરોપ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પૂજાએ વારંવાર મેડિકલ ટેસ્ટ કરાવવાની પણ ના પાડી છે. મહત્ત્વપૂર્ણ છે કે, પૂજા ખેડકરને UPSCમાં 841મો રેન્ક મળ્યો છે. જે બાદ તેમને એડિશનલ કલેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ પર નિયુક્તિ બાદ તેમણે અનેક પ્રકારની સુવિધાઓની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડકરના પિતા નિવૃત્ત વહીવટી અધિકારી છે.
નવા વીડિયો પર હોબાળો
પોસ્ટિંગ દરમિયાન ભારે માંગ બાદ, હવે પૂજા ખેડકરની વિવાદાસ્પદ મૉક ઇન્ટરવ્યૂ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ નવા વીડિયોમાં પૂજા ખેડકર OBC ક્વોટાના ઉપયોગને લઈને પ્રશ્નમાં છે. પૂજા ખેડકરની પસંદગી OBCના નોન-ક્રીમી ક્વોટામાંથી કરવામાં આવી હતી. મોક ઈન્ટરવ્યુમાં તે દાવો કરી રહી છે કે, તે તેના પિતાથી અલગ રહે છે. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના પિતા અહમદનગરથી વંચિત બહુજન અઘાડીના ઉમેદવાર હતા. તેમણે 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી પરંતુ સોગંદનામામાં તેમણે એવો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે તેની પુત્રી કે પત્ની અલગ રહે છે.
ચેમ્બર અને મકાનની માંગ
પૂજા ખેડકર આ પહેલા પણ ચર્ચામાં રહી ચુકી છે. પૂજાએ પૂણેમાં પોસ્ટિંગ પર VIP નંબર, ચેમ્બર અને ઘરની માંગણી કરી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો અને તેની વાશિમ બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પૂજાના પિતા પણ સિવિલ સર્વન્ટ રહી ચૂક્યા છે. અગાઉ પૂજાના દિવ્યાંગ પ્રમાણપત્રને લઈને પણ વિવાદ થયો હતો.
ખાનગી ઓડી કાર અને VIP નંબર
મળતી માહિતી મુજબ, પૂજા ખેડકર પોતાની પર્સનલ ઓડી કાર રાખતી હતી અને તેના પર લાલ-વાદળી લાઇટ તેમજ VIP નંબર પ્લેટનો ઉપયોગ કરતી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ખેડકરે OBC અને દૃષ્ટિહીન કેટેગરી હેઠળ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી અને માનસિક બીમારીનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જ્યારે પૂજા ખેડકરને દિવ્યાંગતાના પ્રમાણપત્રની ચકાસણી માટે એઈમ્સ દિલ્હી જવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તે કોરોનાને ટાંકીને ત્યાં ગઈ નહીં.
પુણેથી વાશિમ મોકલવામાં આવી
સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 2023 બેચની IAS પૂજા ખેડકરને તેમની તાલીમનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરવા માટે વાશિમમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તે ત્યાં 30 જુલાઈ, 2025 સુધી અધિક મદદનીશ કલેક્ટર તરીકે કામ કરશે. પુણેના કલેક્ટર સુહાસ દિવસના અહેવાલ મુજબ, ડ્યુટીમાં જોડાતા પહેલા જ ખેડકરે વારંવાર અલગ કેબિન, કાર, રહેણાંક ક્વાર્ટર અને પટાવાળાની માંગણી કરી હતી. જે પ્રોબેશન અધિકારીઓને ઉપલબ્ધ હોતું નથી. પૂજા ખેડકર પર પુણે કલેક્ટર ઓફિસમાં એક વરિષ્ઠ અધિકારીની નેમપ્લેટ હટાવવાનો પણ આરોપ હતો.
આ પણ જૂઓ: 1.5 લાખથી વધુ પગાર જોઈએ છે તો આ સરકારી બેંકમાં ફટાફટ કરો અરજી, આ તક ચૂકશો નહિ