ISRO જાસૂસી કેસમાં નંબી નારાયણને કેમ ફસાવવામાં આવ્યા? CBIનો સૌથી મોટો ખુલાસો
- જાસૂસીનો આ સમગ્ર મામલો ભારતમાં માલદીવિયન મહિલાની ગેરકાયદેસર અટકાયતને યોગ્ય ઠેરવવા માટે રચવામાં આવ્યો: CBI
નવી દિલ્હી, 11 જુલાઇ: CBIએ 1994ના ISRO જાસૂસી કેસને લઈને કેરળની એક કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. CBIએ કહ્યું છે કે, જાસૂસીનો આ સમગ્ર મામલો ભારતમાં માલદીવિયન મહિલાની ગેરકાયદેસર અટકાયતને યોગ્ય ઠેરવવા માટે રચવામાં આવ્યો હતો. આ પ્લાન કેરળ પોલીસના તત્કાલીન સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીએ ઘડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ઈસરો અને પૂર્વ ભારતીય અવકાશ વિજ્ઞાની નંબી નારાયણનને ફસાવવામાં આવ્યા હતા.
Kerala cop framed Nambi Narayanan in ISRO espionage case in anger and vengeance after a Maldivian woman rejected his advances: CBI tells courthttps://t.co/BoNDddf4rj
— OpIndia.com (@OpIndia_com) July 11, 2024
CBIએ બીજું શું કહ્યું?
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં CBIએ કહ્યું કે, માલદીવની નાગરિક મરિયમ રશીદાએ કેરળ પોલીસની તત્કાલીન સ્પેશિયલ બ્રાન્ચ ઓફિસરની ઈચ્છા માનવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી વિજયને રશીદાના ટ્રાવેલના ડોક્યુમેન્ટ્સ અને એર ટિકિટ લીધી જેથી રશીદા દેશ છોડીને ના જાય. આ પછી વિજયનને ખબર પડી કે, રશીદા ઈસરોના વિજ્ઞાની ડી શશિકુમારનના સંપર્કમાં છે. આ પછી રશીદા અને તેની માલદીવિયન મિત્ર ફૌઝિયા હસનને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી
CBIએ કોર્ટમાં આપેલી માહિતી અનુસાર, આ કેસમાં પોલીસે આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ બ્યુરો (SIB)ને પણ મહિલાઓ વિશે જાણ કરી હતી. જોકે, વિદેશી નાગરિકોની તપાસ કરી રહેલા IB અધિકારીઓને તેમાં કંઈપણ શંકાસ્પદ જણાયું ન હતું. આ પછી રશીદાની માન્ય વિઝા વિના દેશમાં હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી.
ચાર્જશીટ દાખલ કરી
સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે કે, તેમણે જાસૂસી કેસમાં નંબી નારાયણન અને માલદીવની બે મહિલાઓ સહિત અન્ય પાંચ લોકોને કથિત રીતે ફસાવવા બદલ પાંચ પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ ગયા મહિને ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ તે હવે સાર્વજનિક થઈ ગઈ છે.
આ પણ જુઓ: કઠુઆ બાદ હવે અમરનાથ યાત્રા પર મંડરાઈ રહ્યો છે ખતરો, IED લગાવવાના ઈનપુટ્સ