દેશમાં વધતી કોરોનાની રફતાર, 24 કલાકમાં 2,927 કેસ, 32ના મોત
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2927 નવા કેસ અને 32 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે પણ કેસ 2 હજારથી વધુ નોંંધાયા હતા, તો સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.
એક્ટિવ કેસમાં થયો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,279 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,654 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,25,563 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 188,19,40,971 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 21,97,082 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.58 ટકા છે.
24 કલાકમાં 5 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ, 21 લાખથી વધુ વેક્સિનનના ડોઝ અપાયા
24 કલાકમાં દેશભરમાં કોરોનાના 5,05,065 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં થયેલા કુલ ટેસ્ટની સંખ્યા 83,59,74,079 પર પહોંચી છે. તો 24 કલાકમાં રસીના 21,97,082 ડોઝ અપાયા છે. કુલ મળીને અત્યાર સુધીમાં રસીના કુલ 1,88,19,40,971 ડોઝ અપાઈ ચુક્યા છે.