ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરમાં પડેલા ભૂવામાં થાર ઊંધા માથે,સદનસીબે જાનહાની ટળી

Text To Speech

બનાસકાંઠા 10 જુલાઈ 2024: પાલનપુર હાઈવે નજીક થાર ગાડી ભૂવામાં ઊંધા માથે ખાબકી હતી. જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. શહેરમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર ભૂવો પડ્યો હતો. જેથી તેમાં થાર ગાડી ખાબકી હતી. બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ભૂવો પડતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પાલનપુર હાઇવે પર થાર ગાડી પસાર થતી હતી. ત્યારે ગાડીના આગળના ભાગનું ટાયર રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ ગયુ હતું. ચાલુ કારમાં આવી ઘટનાથી થાર ગાડીમાં સવાર ચાલકનો જીવ પણ તાળવે ચોટ્યો હતો. આગળનું ટાયર ભુવામાં ઉતરી જતા પાછળથી ગાડીનો ભાગ ઉંચો થઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગાડીને ખાડામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યો હતો. ગાડીને બહાર નીકળ્યા બાદ જોયું તો ભુવો લગભગ 6 થી 7 ફૂટ ઊંડો હતો. સદનસીબે આગળનું એક ભાગનું ટાયર જ ભુવામાં ખાબકતાં મોટી જાનહાની થતા ટળી હતી. શહેરમાં સામાન્ય વરસાદમાં જ ભૂવો પડી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદઃ જાનથી મારી નાંખવાના ઈરાદે બંદૂકનું ટ્રીગર દબાવ્યું પણ ફાયરિંગ જ ના થયું

Back to top button