અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : સાબરમતીમાં ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ માટે અદ્યતન રેસ્ટ રૂમ અને ભોજનની સુવિધા પણ મળશે

Text To Speech

અમદાવાદ 10 જુલાઈ 2024 : રેલ્વે દ્વારા રેલ્વે ક્રૂ મેમ્બરો જેમ કે લોકો પાઇલોટ, ટ્રેન મેનેજર વગેરેને રનીંગ રૂમ અથવા રેસ્ટ રૂમની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યાં તેઓ તેમની ડ્યુટી પછી આરામ કરી શકે છે. આ સુવિધાઓ સામાન્ય રીતે મોટા રેલ્વે સ્ટેશનો અને કેટલાક જંકશન સ્ટેશનો અથવા ઇન્ટરચેન્જ પોઈન્ટ પર જોવા મળે છે, જ્યાં ક્રૂ તેમના નિર્ધારિત ફરજના કલાકો પછી સાઇન ઓન/સાઇન ઓફ કરે છે.

આ રનિંગ રૂમમાં ઘણી સુવિધાઓ અને સવલતો પૂરી પાડવામાં આવે છે, જેથી કર્મચારીઓ યોગ્ય આરામ અને વિશ્રામ કરી શકે. આ સ્ટેશનો પર એક ક્રૂ લોબી પણ આપવામાં આવે છે જ્યાં લોકો પાઇલોટ, ટ્રેન મેનેજર તેમની ડ્યૂટિ શરૂ અથવા સમાપ્ત કરે છે.

 

ટ્રેન ડ્રાઇવરોને ક્રોકરી, ફર્નિચર અને ફૂટ મસાજર જેવી સુવિધાઓ

અમદાવાદ ડિવિઝન પર ઈન્ટીગ્રેટેડ ક્રૂ રનિંગ રૂમ સાબરમતી ઘણી સુવિધાઓથી સજ્જ છે. કર્મચારીઓને સબસિડીવાળા ભોજન અને લિનનની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેમાં 74 કર્મચારીઓ માટે પથારી સાથે વાતાનુકૂલિત સ્ટાફ રૂમ, શાકાહારી અને માંસાહારી ખોરાક માટે અલગ રસોડું, ડાઇનિંગ હોલ, પર્યાપ્ત શૌચાલય વગેરે છે.

આહલાદક વાતાવરણ સાથે એક ધ્યાન ખંડ પણ છે જ્યાં કર્મચારીઓ ધ્યાન કરે છે અને મનને શાંત કરે છે. આ બિલ્ડીંગમાં ઉપલબ્ધ લાયબ્રેરી રૂમમાં કર્મચારીઓને તેમના મનપસંદ પુસ્તકો, સામયિકો વગેરે વાંચવાનો આનંદ પણ મળે છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે જીમ્નેશિયમ, મનોરંજન માટે કેરમ અને ચેસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબા કલાકો સુધી કામ કરતા ટ્રેન ડ્રાઇવરોને ક્રોકરી, ફર્નિચર અને ફૂટ મસાજર જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને તેમને ઘરની સુવિધા મળી શકે

આ પણ વાંચો : ગુજરાતના CRPF જવાન રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી સન્માનિત થયા, જાણો સાહસની કહાની

Back to top button