જેકલીન ફર્નાન્ડિસને EDએ ફરી સમન્સ પાઠવ્યું, મહાઠગ સુકેશે અભિનેત્રીને મોકલ્યો હતો પત્ર
- મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસને ED સમક્ષ હાજર થવા ફરમાન
નવી દિલ્હી, 10 જુલાઇ: મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. ત્યારે આજે બુધવારે EDએ ફરી સમન્સ જારી કર્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ને આ સમન્સ મોકલવામાં આવ્યું છે. જેકલીનને આજે ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં ED અધિકારીઓ તેની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે સુકેશે જેકલીનને એક પત્ર લખ્યો હતો.
EDએ ચાર્જશીટ દાખલ કરી
જેકલીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અગાઉ પણ ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગના આ કેસમાં EDએ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેકલીન આ કેસમાં જામીન પર છે
ચાર્જશીટમાં શું ખુલાસો થયો?
ચાર્જશીટ મુજબ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસ સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. તેમાં ગુચીની બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, 15 જોડી ઇયરિંગ્સ, 5 બર્કિન બેંગ્સ, ચેનલ અને વાયએસએલ બેગ્સ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ, બંગડીઓ, રોલેક્સ જેવી મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
સુકેશે કાલે જ પત્ર મોકલ્યો હતો
મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા મંગળવારે ઠગ સુકેશ ચંદ્રશેખરે પણ જેકલીનને જેલમાંથી એક પત્ર મોકલ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 3 પાનાનો પત્ર લખ્યો હતો અને અભિનેત્રીના જન્મદિવસ માટે 30 દિવસનું કાઉન્ટડાઉન જાહેર કર્યું હતું.
આ પણ જુઓ: એલ્વિશ યાદવની મુશ્કેલી વધી: EDએ મોકલ્યું નવું સમન્સ, પૂછપરછ માટે તેડું