અમદાવાદમાં AMCમાં 3 નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી કરવા માટેની કવાયત હાથ ધરાઇ
- DYMCના હોદ્દા માટે અરજદારોએ તા.24 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે
- જાહેરખબર આપીને અરજીઓ મંગાવવામાં આવી છે
- 100 માર્કની લેખિત પરીક્ષા, 30 માર્કના ઈન્ટરવ્યૂના રહેશે
અમદાવાદમાં AMCમાં 3 નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી કરવા માટેની કવાયત હાથ ધરાઇ છે. જેમાં વર્ષો પછી ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી કરાશે. AMCના ઉમેદવાર માટે 7 વર્ષ, બહારના ઉમેદવાર માટે 10 વર્ષનો અનુભવ જરૂરી છે. જેમાં 100 માર્કની લેખિત પરીક્ષા, 30 માર્કના ઈન્ટરવ્યૂ અને મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતનાં 40થી વધુ તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ, વીજળી પડતા 3 લોકોના મૃત્યુ
જાહેરખબર આપીને અરજીઓ મંગાવવામાં આવી છે
DYMCની જગ્યા પૈકી એક જગ્યા ભરવા માટે જાહેરખબર આપીને અરજીઓ મંગાવવામાં આવી છે. હાલ AMCમાં બહારથી DYMCની એક જગ્યા ભરાયેલી છે અને વર્ષોથી AMCમાંથી DYMCની જગ્યા ભરાઈ નથી. મ્યુનિ.માં 3 DYMCની જગ્યા પૈકી એક જગ્યા ભરવા માટે જાહેરખબર આપીને અરજીઓ મંગાવવામાં આવી છે. જ્યારે બે DYMCની જગ્યા ભરવા માટે AMCના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. AMCમાં DYMCના હોદ્દા માટે અરજદારોએ તા.24 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે. AMCમાં કુલ 12 DYMCની જગ્યા મંજૂર કરાઈ છે. જે પૈકી રાજ્ય સરકારમાંથી 8 DYMC મૂકવામાં આવે છે અને 4 DYMC પૈકી બે DYMCની જગ્યા બહારથી અને બાકીની બે પોસ્ટ AMCના અધિકારીઓની લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ લઈને પછી ભરતી કરાશે. ઉલ્લેખનીય છે કે, AMCમાં 2009માં આર્જવ શાહ સહિત બે DYMCની નિમણૂંક કરાયા પછી AMCમાંથી કોઈ DYMCની પસંદગી થઈ નથી.
બહારથી અરજી કરનારે ફર્સ્ટ ક્લાસની શૈક્ષણિક લાયકાત રહેશે
સૂત્રોના જણાવ્યાનુસાર, આ હોદ્દા માટે ઉમેદવારોએ કુલ 100 માર્કની MCQ લેખિત પરીક્ષા આપવાની રહેશે અને તેમાંથી મિનિમમ 35 માર્ક મેળવવાના રહેશે અને 30 માર્ક મૌખિક ઈન્ટરવ્યુના હશે. પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. AMCના અધિકારીઓ માટે ફર્સ્ટ ક્લાસની શૈક્ષણિક લાયકાત અને 7 વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. બહારથી અરજી કરનારે ફર્સ્ટ ક્લાસની શૈક્ષણિક લાયકાત અને 10 વર્ષનો વહીવટી કામકાજનો અનુભવ હોવો જોઈએ. AMCમાં DYMC માટે શૈક્ષણિક લાયકાત સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટની હતી. 2008-09માં શૈક્ષણિક લાયકાત સુધારીને ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ કરાઈ હતી. DYMCની સ્પર્ધામાંથી મોટાભાગના સેકન્ડ ક્લાસના કર્મચારીઓને બાકાત કરવાની નેમ સાથે શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, UPSC અને GPSCમાંથી નિમણૂંક કરાતા IAS સહિતના અધિકારીઓ માટે પણ ફર્સ્ટ ક્લાસની શૈક્ષણિક લાયકાત નથી.