- પત્રમાં અજાણ્યા આરોપીએ ખાલિસ્તાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા
- ભાજપ અને આરએસએસ સાથે મળીને શીખો અને પંજાબની જનતા સાથે દગો કરી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ
ચંદીગઢ, 10 જુલાઈ : પંજાબમાં દરરોજ લોકો પર જાહેરમાં હુમલા થઈ રહ્યા છે અને રાજકીય નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે હવે નવો મામલો પંજાબ ભાજપના 4 મોટા નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી સાથે સંબંધિત છે.
ભાજપ કાર્યાલયમાં ધમકીભર્યો પત્ર પહોંચ્યો
ચંદીગઢ સ્થિત પંજાબ ભાજપ કાર્યાલયમાં પ્લાસ્ટિકની થેલીમાં ધમકીભર્યો પત્ર પહોંચ્યો છે. આ પત્રમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ મનજિંદર સિંહ સિરસા, ભાજપ શીખ સંકલન સમિતિ અને રાષ્ટ્રીય રેલવે સમિતિના સભ્ય તેજિંદર સિંહ સરન અને ભાજપ મહાસચિવ પરમિંદર બ્રારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ સિવાય બીજેપીના પ્રદેશ સંગઠન મહાસચિવ શ્રીનિવાસુલુનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો : ‘140 કરોડ ભારતીયોના સપના પૂરા કરવા માટે હું પૂરી તાકાત લગાવી દઈશ’, કોચ બન્યા બાદ ગંભીરનું પ્રથમ નિવેદન
સમગ્ર મામલે તપાસ શરુ
આ મામલે પંજાબ બીજેપી અધ્યક્ષ સુનીલ જાખરે ડીજીપી ગૌરવ યાદવ સાથે વાત કરી છે અને આ મામલે તપાસની માંગ કરી છે. સેક્ટર-39ના SHOએ કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પત્રમાં આરોપીએ મુખ્યત્વે ભાજપના નેતાઓ પરમિન્દર સિંહ બ્રાર અને તેજિન્દર સરનને લખ્યું છે કે તેણે અગાઉ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમને ચેતવણી આપી હતી કે તમે લોકોએ તમારા માથા પાઘડીમાં બાંધ્યા છે. તમે ભાજપ અને આરએસએસ સાથે મળીને શીખો અને પંજાબની જનતા સાથે દગો કરી રહ્યા છો.
બીજેપી છોડી દો અથવા અમે તમને આ દુનિયામાંથી ઉઠાવી નાખીશું
તમે આરએસએસ સાથે શીખોના મામલામાં દખલ કરી રહ્યા છો, અમે તમને અગાઉ પણ ચેતવણી આપી હતી. તમે બીજેપી છોડી દો અથવા અમે તમને આ દુનિયામાંથી ઉઠાવી નાખીશું. આ પત્રમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ચારેય નેતાઓને ભાજપ છોડવાની ધમકી આપી છે. જો આ નેતાઓ ભાજપ છોડીને શીખ સમુદાયના હિતમાં અન્ય કોઈ રસ્તો અપનાવે નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. પત્રમાં અજાણ્યા આરોપીએ ખાલિસ્તાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ભાજપના નેતાઓએ આ અંગે ચંદીગઢ પોલીસને ફરિયાદ કરી છે. આ પછી પોલીસે પત્રમાં મળેલી સામગ્રીને તપાસ માટે મોકલી આપી છે.
આ પણ વાંચો : અનંત અંબાણીની હલ્દી સેરેમની બની હોળી! દરેક લોકો ઢોલના તાલે ઝૂમ્યા, જુઓ વીડિયો