ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NDA vs INDIA: 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ

Text To Speech
  • ઘણા ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી હતી, જે જીત્યા બાદ તેઓએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું, જેથી બેઠકો ખાલી હતી 

નવી દિલ્હી, 10 જુલાઇ: બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા સીટો પર આજે બુધવારે પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાંથી ઘણી બેઠકો લોકસભાની ચૂંટણી બાદ ખાલી પડી છે. જેનું કારણ એ છે કે, ઘણા ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડી હતી, જે જીત્યા બાદ તેઓએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે, આમાંથી કેટલીક બેઠકો ધારાસભ્યોના મૃત્યુ બાદ પણ ખાલી રહી છે. સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકોમાં બિહારની 7, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, બંગાળની 4, તમિલનાડુની 1 બેઠક સાથે હિમાચલ પ્રદેશની 3 બેઠકોનો સમાવેશ થાય છે.

 

 

કયા રાજ્યની કેટલી બેઠકો પર ચૂંટણી?

આજે બિહારની રુપૌલી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ, બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા, માનિકતલા, તમિલનાડુની વિકરાવંડી સીટ તેમજ હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે જાહેરનામું 14 જૂને બહાર પાડવામાં આવ્યું હતું, નામાંકન માટેની છેલ્લી તારીખ 21 જૂન હતી. 24 જૂને સ્ક્રુટીની પૂર્ણ થઈ હતી. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ 13 જુલાઈના રોજ આવશે.

આ પણ જુઓ: પૂર્વ IAS અને નીતિશ કુમારના નજીકના મનીષ વર્મા JDU માં જોડાયા, CM ના ઉત્તરાધિકારી બનશે ?

Back to top button