- વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ ઉત્તરાખંડ સરકારે મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા
- સુપ્રીમે બે અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યો
નવી દિલ્હી, 09 જુલાઈ : યોગ ગુરૂ બાબા રામદેવની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેમની આયુર્વેદિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પતંજલિએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તેણે 14 પ્રોડક્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે જેનું મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ ઉત્તરાખંડ સરકારે સસ્પેન્ડ કર્યું હતું. ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી 14 પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરિંગ લાઇસન્સને તેમની અસરકારકતા વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
જાહેરાતો દૂર કરવાનો નિર્દેશ અપાયો
કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચને જણાવ્યું કે તેણે 5,606 સ્ટોર્સમાંથી આ પ્રોડક્ટ્સ પાછી ખેંચી લેવા માટે સૂચનાઓ જારી કરી છે. તેણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ 14 પ્રોડક્ટ્સ સંબંધિત તમામ જાહેરાતો દૂર કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : UPમાં PM આવાસના પહેલો હપ્તાના પૈસા મળતા જ 11 મહિલાઓ પતિને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ
સુપ્રીમે બે અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ જણાવ્યું
બેન્ચે પતંજલિ આયુર્વેદ લિમિટેડને બે અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો કે શું જાહેરાતો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી વિનંતી સ્વીકારવામાં આવી છે કે કેમ. ઉપરાંત, શું આ 14 ઉત્પાદનોની જાહેરાતો પાછી ખેંચી લેવામાં આવી છે? હવે આ મામલામાં સુનાવણી 30 જુલાઈએ થશે.
ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ અગાઉ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે જ સમયે, સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેરાતોના મામલામાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને જારી કરાયેલ અવમાનના નોટિસ પર 14 મેના રોજ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીનું પ્રદર્શન ઓસ્કાર યોગ્ય’, જાણો કેટીઆરએ કેમ કોંગ્રેસ સાંસદને માર્યો ટોણો ?