ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં ગરમીથી હાહાકાર, પારો 50 ડિગ્રીને પાર..!

Text To Speech
  • ગઈકાલે કેલિફોર્નિયાના ડેથ વેલી નેશનલ પાર્કમાં તાપમાન 53.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
  • ભારે ગરમીના કારણે ડેથ વેલી પહોંચેલા એક પ્રવાસીનું મૃત્યુ, એક હોસ્પિટલમાં દાખલ

વોશિંગટન, 08 જુલાઈ : આ દિવસોમાં અમેરિકામાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. દરમિયાન અમેરિકાના કેલિફોર્નિયામાં ડેથ વેલી નેશનલ પાર્કમાં ગઈકાલે રવિવારે તાપમાન 53.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ભારે ગરમીના કારણે ડેથ વેલી પહોંચેલા એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજાને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો : આસામમાં પૂરને કારણે ભારે તારાજી, મૃત્યુઆંક વધીને 78 થયો, 23 લાખ લોકો અસરગ્રસ્ત

હવામાન વિભાગે પહેલાથી જ લોકોને ભારે ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી

પાર્કના અધિકારી માઈક રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “આટલી તીવ્ર ગરમીથી આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે.” અમેરિકાના ઘણા ભાગોમાં આ વર્ષે ભારે તાપમાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પહેલાથી જ મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં રહેતા લોકોને ભારે ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. આ વખતે અમેરિકાના લોકો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ પણ લોકોને ગરમીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવ્યું છે.

લિંકનની પ્રતિમા પીગળી ગઈ હતી

તમને યાદ અપાવી દઈએ કે તાજેતરમાં જ ગરમીના કારણે વોશિંગ્ટન ડીસીમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી હતી. અહીં પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની છ ફૂટ ઊંચી મીણની પ્રતિમાને પીગળી ગઈ હતી. ગરમીના કારણે લિંકનની પ્રતિમાનું માથું પીગળી ગયું હતું અને ધડથી અલગ થઈ ગયું હતું. અબ્રાહમ લિંકનની પીગળેલી મૂર્તિઓની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.

આ પણ વાંચો : પન્નુના ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ પર વધુ 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની કેન્દ્રની તૈયારી

Back to top button