ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Text To Speech
  • અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે
  • અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે સોમવારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.

અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા

એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે. તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે. જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Back to top button