અમદાવાદ : નગરચર્યા કરી નીજ મંદિર પહોંચ્યા ભગવાન, વરસાદે અમી છાંટણાથી કર્યું સ્વાગત
અમદાવાદ, 7 જુલાઈ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા વાજતે-ગાજતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી હતા તે રથો હવે ફરી નીજ મંદિર પહોંચી ગયા છે. તેમના નીજ મંદિર પહોંચતાની સાથે જ જાણે કુદરતે ઓન તેમને વધાવ્યા હોય તેમ વરસાદના અમી છાંટણા થયા હતા. ભગવાન જગન્નાથની રથ નિજ મંદિરે પહોંચ્યા બાદ આરતી કરવામાં આવી હતી. પ્રથા મુજબ ભગવાન જગન્નાથ આજે મંદિરના પટાંગણમાં રાત વિતાવશે. આવતીકાલે સવારે આરતી બાદ ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે.
સવારે 7 કલાકે નીકળી હતી રથયાત્રા
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકાળાવવામાં આવી હતી. દર વર્ષની માફક ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું સમાપાન થયું હતું. વહેલી સવારે 7 વાગે નિકળેલી રથયાત્રા 9:20 કલાકે નિજ મંદિર પહોંચી હતી. જય જગન્નાથ અને જય રણછોડના નારા સાથે ભાવિક ભક્તોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.
પાંચેક લાખ શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન
રથયાત્રા જગન્નાથ મંદિર પહોંચી ત્યારે અમીછાંટણા થયા હતા. મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, રથયાત્રા દરમિયાન ઠેર-ઠેર જય રણછોડ… માખણચોરના નાદ સાથે રથયાત્રાનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંદાજે 4થી 5 લાખ લોકો ભગવાનના દર્શનનો લાભ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.