સ્પોર્ટસ

નીરજ ચોપરા આ કારણોથી કોમનવેલ્થ ગેમ્સ- 2022 માં ભાગ લેશે નહીં !!!

Text To Speech

હાલમાં નીરજ ચોપરા ભારતનું આન બાન શાન છે અને દેશનું નામ રોશન કર્યું છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્વેલિન થ્રોમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ મેળવ્યો હતો. જોકે હવે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં તેઓ ભાગ નહિ લઈ શકે તેમ સામે આવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, નીરજ ચોપરા ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકશે કે કેમ તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. જોકે નીરજને આશા હતી કે તે કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે સાજા થઈ જશે અને ભાગ લઈ શકશે પરંતુ ઈજાના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર ફેંકતી વખતે નીરજને જાંઘમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ આઅજે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને સ્વીકાર્યું છે કે નીરજ કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર છે, પરંતુ નીરજના પરિવારના સભ્યોએ હજુ સુધી આ અંગે પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો : લવલીના બોર્ગોહેનના આરોપને લઈને હંગામો, મંત્રાલયે આપ્યા તપાસના આદેશ

બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં 5 ઓગસ્ટે ભાલા ફેંકની શરૂઆત થવાની હતી. તેની ફાઈનલ 7 ઓગસ્ટે યોજાશે. મેન્સ જેવલિન થ્રોમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ 5મી ઓગસ્ટે રમાશે, જ્યારે ફાઈનલ 7મી ઓગસ્ટે રમાશે પરંતુ નીરજના એક્ઝિટ સાથે ગોલ્ડ મેડલ મેળવવાની આશા આ ગેમમાં ધૂંધળી થતી જોવા મળી રહી છે. તાજેતરમાં રમાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ એથલિટ બન્યો હતો.

Back to top button