ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડવિશેષ

કચ્છી નૂતનવર્ષની આજે દેશ અને દુનિયામાં ઉત્સાહ-ઉમંગથી ઉજવણી

  • કચ્છી નૂતન વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાને કચ્છી સમુદાયને પાઠવી શુભેચ્છા
ગાંધીનગર, 7 જુલાઈ, 2024: આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ એટલે જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાની સાથે સાથે ગુજરાતનો ભાતીગળ, બાહોશ કચ્છી સમુદાય તેના નવા વર્ષની ઉજવણી પણ કરી રહ્યો છે. કચ્છી નવા વર્ષ નિમિત્તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની –  કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે શુભકામનાઓ પાઠવતાં કહ્યું છે કે, આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X ઉપર કચ્છી બોલીમાં શુભેચ્છા પાઠવી છે.

અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય છે. ખેડૂતો નવા પાકની વાવણી શરૂ કરે છે. આ પર્વ નવી આશાઓ, નવી સંભાવનાઓ અને નવી ઊર્જાથી સભર છે. આપણે  પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ મજબૂત કરીએ અને પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કચ્છની ધરા હંમેશા તહેવારો અને પરંપરા માટે જાણીતી છે. રથયાત્રા અને અષાઢી બીજનો તહેવાર આપણી એકતા, ભાઈચારા અને સામૂહિકતાની ભાવનાને પણ મજબૂત બનાવે છે. કચ્છી નવું વર્ષ કચ્છ અને કચ્છીઓ ઉપરાંત આપણા સૌ માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના સાથે સૌને કચ્છી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આજના આ શુભ દિવસે ગુજરાત તેમજ દુનિયાભરમાં વસતા કચ્છી સમુદાયને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા X ઉપર મુખ્યપ્રધાન પટેલે આ શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ: 53 વર્ષ બાદ પુરીમાં પહેલીવાર નીકળશે બે દિવસીય યાત્રા

Back to top button