ગુજરાતટોપ ન્યૂઝ

લઠ્ઠાકાંડ મામલે પોલીસ એકશન મોડમાં, 14 લોકોની ધરપકડ સાથે DGP એ જણાવ્યો એક્શન પ્લાન

Text To Speech

લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયા એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે આજે સંબોધન કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તપાસ દરમિયાન કેમિકલ દારૂ પીધો હોવાની માહિતી મળી છે. 24 કલાકની અંદર આરોપીઓની ઓળખવિધી થઇ છે. આ દારૂની અંદર 99 ટકા મિથાઇલ કેમિકલની માત્રા મળી આવ્યો છે.

જે પછી 460 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે અને આ કેમીકલ આમોસ નામની કંપનીમાંથી જયેશ નામના શખ્સે દારૂ મુક્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ DGP એ જણાવ્યું કે, જયેશ અને સંજય નામના શખ્સોએ દારૂ સપ્લાય કર્યો છે. 600 લીટરમાંથી પિન્ટુને 200 લીટર કેમિકલ આપ્યું. મિથાઇલ કેમિકલનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને બે લોકોની હાલત નાજૂક છે.

Lathakand Aaropi

આ ઉપરાંત પોલીસ અધિક્ષકે કડક પગલાં ભરવાની દિશામાં જણાવ્યું કે, હાલમાં ત્રણ લોકોની કમિટી કેમિકલ કાંડની તપાસ કરશે. આ માટે IPS અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતમાં કમિટીની રચના થસે અને તેનું સીધું નિરિક્ષણ ગૃહરાજ્યમંત્રી પણ કરેશે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : બોટાદ લઠ્ઠાકાંડને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરુ, ASI આસમીબાનુની બદલી; મૃતકોના પોસ્ટમોર્ટમમાં થયો આ ખુલાસો

તેમજ સતત આરોપ લાગી રહ્યો છે કે, પોલીસ સરપંચની અરજી પર કાર્યવાહી નથી કરી. તેના જવાબમાં ડીજીપીએ જણાવ્યું કે, સરપંચની ફરિયાદ બાદ પોલીસે 6 વખત રેડ કરી છે. અને જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અન્ય જિલ્લાઓમાં પણ આવી ઘટના ન બને તે માટે સરકાર એક્શન લેશે.

અત્યાર સુધીમાં 29 લોકોના મોતમાં રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા તાલુકાના 9 મળીને કુલ 29 લોકોના મોત નિપજ્યા છે. બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે

Back to top button