ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Text To Speech
  • સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી
  • પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબાર યોજાયો
  • બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી

ગુજરાતના સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અમર સીંગ હંજરા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ માથાભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ઓફિસે પોલીસે સર્ચ કર્યું છે. પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલ્યો 

પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબાર યોજાયો

પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબારમાં ઝોન-4ના અઠવાલાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 5 દિવસમાં જરૂરિયાતમંદ મજબૂર લોકોને વ્યાજે ગેરકાયદેસર નાણાં આપ્યા પછી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસને 32 અરજીઓ મળી હતી, જેમાંથી પોલીસે તપાસ હાથ ધરીને 18 ગુના દાખલ કર્યા હતા. આ પૈકી પાંડેસરામાં-6, ખટોદરામાં-5, અઠવામાં-5, ઉમરા અને અલથાણમાં એક-એક ગુના દાખલ થયા છે.

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ ઉપાડી છે. અઠવા વિસ્તારમાં ગેરકાયદેસર રૂપિયા વ્યાજે આપીને બેફામ વ્યાજ વસૂલનાર ભાઈ-બહેનની પોલીસે ધરપકડ કરી છે. જ્યોતિ ઠક્કર અને જીગર સાંદરાણી પર વ્યાજખોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બંને આરોપીઓને પોલીસની કસ્ટીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ જ્યોતિ અને જીગર ભાઈ બહેન છે જે ઊંચા વ્યાજ પર નાણાં ધીરધારનું કામ કરતા હતા. આ ઉપરાંત લાલગેટમાં-3, ઉધનામાં-2, અડાજણમાં-2, સલાબતપુરામાં-2, પાલમાં-2 અને ડિંડોલી, ભેસ્તાન, મહિધરપુરા અને ગોડાદરા પોલીસ મથકમાં એક-એક અરજદાર મળી 15 જણાની વાત સાંભળી પોલીસે તપાસ શરૂ કરી છે. લોકદરબારના કાર્યક્રમમાં 100થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાજખોરોના વિવિધ ત્રાસ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી.

Back to top button