અમદાવાદ: જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી
- 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે
- સરસપુરમાં 14થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા
- લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી છે. જેમાં ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવાય છે. તેમાં ભકતોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી છે. આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. તેમજ ભગવાનને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 147મી રથયાત્રા માટે પ્રસાદ મોકલ્યો
1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે
ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે. ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે. સરસપુરમાં 14થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક, ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે. ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.
કેન્દ્રીયગૃહ મંત્રીએ પરિવાર સાથે આરતી કરી
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળી રહ્યા છે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. તેમજ હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા આવ્યા છે.