જી.ટી.યુ. ડિપ્લોમાનાં પરિણામ જાહેર થયા વગર જ ડિ ટુ ડીની પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ; તંત્રને ગાઢ નિદ્રામાંથી જગાવશે વિધાર્થી પરિષદ
- આગામી દિવસમાં વિધાર્થી પરિષદનાં પ્રતિનિધી યુનિવર્સિટીમાં વિવિધ પ્રશ્નો લઈને જશે
અમદાવાદ 06 જુલાઈ 2024 : ABVP નાં પ્રતિનિધીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શિક્ષણ જગતમા પ્રવેશ, પરિક્ષા અને પરિણામના સુચારુ વ્યવસ્થાપન માટે અને સતત વિધાર્થી હિતના માટે કાર્યરત છે. હાલમા જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ધોર બેદરકારી ધ્યાનમાં આવી છે. જેમાં યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમાના છેલ્લા સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યા વગર જ ડિપ્લોમા ટુ ડિગ્રીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. હાલના નીયમ અનુસાર ડિપ્લોમાના વિધાર્થીઓને ડિગ્રીમા પ્રવેશ લેવા માટે પ્રવેશ પરિક્ષા માથી પસાર થવું પડતું હોય છે, ત્યારે આ પ્રવેશ પરિક્ષાનુ પરિણામ આવી ગયું છે. પરંતુ હજું સુધી ડિપ્લોમાના છઠ્ઠા સેમેસ્ટરનુ પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી
અનેક પ્રશ્નો શિક્ષણ જગતમાં ઊભા થઈ રહ્યા છે
આવા સમયે ઘણા પ્રશ્નો જીટીયુ સામે ઉભા થાય છે. એ.સી.પી.સી. અને જી.ટી.યુના સંકલનનો અભાવ સ્પષ્ટ સામે દેખાઈ રહ્યો છે. ACPC અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કઈ રીતે આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે? ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટે લેવામાં આવતી પ્રવેશ પરિક્ષામાં જો વિદ્યાર્થી પાસ થઈ જાય અને ત્યારબાદ તેના છેલ્લા સેમેસ્ટરના રીઝલ્ટમાં નાપાસ થાય તો તે વિધાર્થીને ફાળવેલ સીટ ફાજલ પડે, આવા અનેક પ્રશ્નો શિક્ષણ જગતમાં ઊભા થઈ રહ્યા છે, અને વિધાર્થીઓ વચ્ચે અસમંજસતાની સ્થિતિ ઉભી થઈ રહી છે.
કાંઈ વાંધો નહિ બીજા રાઉન્ડમાં એડમિશન લેવાનું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કહેવા પ્રમાણે આટલા ગંભીર વિષય પર જીટીયુના કુલસચિવ દ્વારા પણ વિવાદિત નિવેદન આપવામાં આવે છે કે, “કાંઈ વાંધો નહિ બીજા રાઉન્ડમાં એડમિશન લેવાનું.” ત્યારે આ પ્રકારના નિવેદનની વિધાર્થી પરિષદ ઘોર નિંદા કરે છે. અને આ સમસ્યાના નિવારણ હેતુ વિધાર્થી પરિષદ ત્વરિત છેલ્લા સેમેસ્ટરનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ વિશ્વવિદ્યાલય પ્રસાશન સમક્ષ કરશે.
આ પણ વાંચો : સુરતમાં મહારાજ ફિલ્મનો વિરોધઃ VHP અને બજરંગદળે બેનરો સાથે રેલી કાઢી