ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ચાલતી બાઇક પર રિલ બનાવવું પડ્યું ભારે, થયો અકસ્માત, એકનું મૃત્યુ ! જુઓ VIDEO

મુંબઈ, 06 જુલાઈ: સોશિયલ મીડિયા પર રીલ્સ અપલોડ કરવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. પરંતુ તાજેતરમાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે રીલ બનાવતી વખતે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આવો જ બીજો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે, જ્યાં રીલ બનાવતી વખતે એક વ્યક્તિનું મોત થયું છે. વાસ્તવમાં, બે યુવકો બાઇક પર જઇ રહ્યા હતા અને વીડિયો બનાવતા હતા ત્યારે તેમની બાઇકનો અકસ્માત થયો અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો મહારાષ્ટ્રના ધુલે-સોલાપુર હાઈવેનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાઈવે પર બે યુવકો બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ વીડિયો બનાવવા લાગે છે. આ પછી, બાઇક ચાલક પણ videoમાં પોઝ આપે છે. પોઝ આપવા માટે મોબાઇલ કેમેરા તરફ પાછળની તરફ જુએ છે. અને તરત જ અકસ્માતનો ભોગ બને છે. કેમેરા પર ફોકસ હોવાને કારણે બાઇક સવાર સામેથી આવતા વાહનને જોઈ શકતો નથી. અને અકસ્માતનો ભોગ બને છે. આ અકસ્માતમાં એક મિત્રનું મૃત્યુ પણ થઈ જાય છે. આ વીડિયોને ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે અને ફરીથી રીલના પાગલપન વિશે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે બાઇક અકસ્માત થાય છે અને પછી કેમેરા ક્યાંક સ્થિર થઈ જાય છે. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. બાઇક સવાર યુવકની અંગત માહિતી હજુ સામે આવી નથી.

થોડા દિવસો પહેલા એક મહિલાનું પણ વીડિયો બનાવતી વખતે અકસ્માતને કારણે મોત થયું હતું. તે સમયે એક મહિલા બેક ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને તેનો મિત્ર તેનો વીડિયો બનાવી રહ્યો હતો. તે દરમિયાન કાર પાછળ ખસી જાય છે અને પછી કાર 300 ફૂટ ઊંડા ખાડામાં પડી જાય છે. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું અને આ ઘટનાનો વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

આ પણ વાંચો :રાહુલ ગાંધીની લોકો પાયલટો સાથેની મુલાકાતને લઇ વિવાદ, ઉત્તર રેલવેએ તેમને બહારના કહ્યા

Back to top button