પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ કરી અર્પણ
HD ન્યૂઝ ડેસ્ક, 6 જુલાઈ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું છે અને તેમની જન્મજયંતી પર તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ પણ કર્યું છે જેમાં લખ્યું છે કે “ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ વ્યાપકપણે આદરણીય છે. શ્યામ પ્રસાદ મુખર્જીએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. અને તેમના ઉમદા આદર્શો આજે પણ દેશભરમાં લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
अपने प्रखर राष्ट्रवादी विचारों से मां भारती को गौरवान्वित करने वाले डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। मातृभूमि के लिए उनका समर्पण और त्याग देशवासियों को सदैव प्रेरित करता रहेगा। pic.twitter.com/QYELTn45fb
— Narendra Modi (@narendramodi) July 6, 2024
પ્રધાનમંત્રીએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને બલિદાન દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે. શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ થયો હતો. તેઓ બંગાળી પરિવારના હતા અને તેમના પિતાનું નામ આશુતોષ મુખર્જી હતું, જેઓ કલકત્તા હાઈકોર્ટના જજ હતા. પ્રસાદે 1906માં ભવાનીપુરમાં મિત્ર સંસ્થાનમાંથી પ્રારંભિક શિક્ષણની શરૂઆત કરી હતી.
મોદીએ X પર પોસ્ટ કર્યું
મોદીએ X પર પોસ્ટ કર્યું છે જેમાં લખ્યું છે કે, “પોતાના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોથી મા ભારતીને ગૌરવ અપાવનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતા રહેશે.” ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી આઝાદી પછીની નહેરુ સરકારમાં ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન બન્યા હતા. તેઓ સરકારમાં જોડાયા તેમ છતાં પણ કોંગ્રેસ દ્વારા નહેરુ-લિયાકત સંધિમાં હિન્દુઓના હિતોની સંપૂર્ણ અવગણના કરવા બદલ તેમણે રાજીનામું આપ્યું. તેમનું રાજીનામું એ તેમની વૈચારિક ચેતનાનું ચમકતું ઉદાહરણ છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ જમ્મુ-કાશ્મીરની સમસ્યાને સમજ્યા હતા અને તેના સંપૂર્ણ નિરાકરણની માંગણી સાથે બળપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે ભારતના હક્કો અને હિતો માટે સફળતાપૂર્વક લડનારા તેઓ જ હતા. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સર્વોચ્ચ બલિદાન નિરર્થક ન રહ્યું કારણ કે અમે કલમ 37૦ ને દૂર કરી ભારત સાથે જમ્મુ-કાશ્મીરને સાચી રીતે એકીકૃત કરી ભારતને એક મજબૂત અને સંયુક્ત રાષ્ટ્ર તરીકે જોવાના તેમનાં સપનાંને સાકાર કરવામાં સફળ થયા. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને હંમેશાં ‘ભારતમાતા’ ના સાચા પુત્ર તરીકે યાદ કરવામાં આવશે.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. જો કે, મતભેદના કારણે તેઓ હિન્દુ મહાસભાના સભ્ય બન્યા. ભારતને વર્ષ 1947માં આઝાદી મળી હતી. 21 મે 1951ના રોજ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાથે મળીને દેશને કોંગ્રેસનો મજબૂત રાજકીય વિકલ્પ આપવા માટે ભારતીય જનસંઘની સ્થાપના કરી. તેની પ્રથમ અખિલ ભારતીય પરિષદ 21 ઓક્ટોબર 1951ના રોજ યોજવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, ડૉ. મુખર્જી જનસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય મહામંત્રી તરીકે ચૂંટાયા. વર્ષ 1952માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન ડૉ. મુખર્જી બંગાળમાંથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. આ દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જી ગૃહમાં કોંગ્રેસ વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા. જમ્મુ અને કાશ્મીરને લઈને તેમનું વલણ હતું કે ભારતીય બંધારણની કલમ 370ને રદ્દ કરવામાં આવે. તેમજ જમ્મુ-કાશ્મીરને ભારતીય બંધારણ હેઠળ લાવવું જોઈએ. બાદમાં જનસંઘના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી.
આ પણ વાંચો..અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ