હાથરસ, 5 જુલાઈ : હાથરસમાં સત્સંગ કરનારા ભોલે બાબા વિશે યુપી પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો. હાથરસ નાસભાગની ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી. જેણે આ કેસમાં અત્યાર સુધીમાં 90 લોકોના નિવેદન નોંધ્યા છે. આ માહિતી આગ્રા ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અનુપમ કુલશ્રેષ્ઠે શુક્રવારે આપી હતી, જેઓ પોતે SITમાં સામેલ છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (આગ્રા ઝોન) અનુપમ કુલશ્રેષ્ઠ આ ઘટનાની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)નું નેતૃત્વ કરી રહ્યા છે, જે 2 જુલાઈએ હાથરસમાં સત્સંગ પછી થયેલી નાસભાગ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી રહી છે. જેમાં જેમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ અંગે માહિતી આપતા હાથરસમાં એડીજી અનુપમ કુલશ્રેષ્ઠે પીટીઆઈને જણાવ્યું કે અત્યાર સુધીમાં 90 નિવેદન નોંધવામાં આવ્યા છે અને પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે વિગતવાર અહેવાલ પર કામ ચાલી રહ્યું છે. પોલીસ તપાસની સ્થિતિ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે વધુ પુરાવાઓ સામે આવ્યા હોવાથી તપાસનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે.
એડીજીએ વધુમાં જણાવ્યું હતું કે એકત્રિત કરવામાં આવેલા પુરાવા ચોક્કસપણે ઈવેન્ટના આયોજકોની દોષીતા દર્શાવે છે. ADG આગ્રા ઝોન દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેઓ 2 જુલાઈના રોજ હાથરસમાં થયેલી નાસભાગ પછી બચાવ અને રાહત પગલાંની દેખરેખ રાખવા હાથરસની મુલાકાત લેનારા ટોચના અધિકારીઓમાંના એક હતા. ગોપનીય અહેવાલમાં હાથરસના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમાર, પોલીસ અધિક્ષક નિપુન અગ્રવાલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓના નિવેદનો સામેલ છે, જેમણે નાસભાગને કારણે સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિનો સામનો કર્યો હતો.