યુક્રેનની મોડલે ઠાલવી હૈયાવરાળ કહ્યું- યુદ્ધનો લાભ લઈ ઘણાંએ પુરુષો સાથે સૂઈ જવાની ઓફર કરી
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા 5 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં યુક્રેન અને રશિયાને ઘણું નુકસાન થયું છે. ખાસ કરીને બંને દેશના નાગરિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને લોકો યુદ્ધ વચ્ચે દેશ છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ સ્થિતિમાં ફસાઈ છે સ્વર્ગની અપ્સરા જેવી યુવતી લુઈસા ખોવાન્સ્કી.
લુઈસા એક જાણીતી મોડેલ, અભિનેત્રી અને સોશ્યિલ મીડિયા ઈન્ફલૂએન્ઝર છે. પણ વાત અહીંથી અટકતી નથી તેની સુંદરતા જ તેના માટે મોટી મુશ્કેલી પણ બની ગઈ છે. કારણકે, દુનિયાભરના પુરુષો તેને ખરાબ નજરથી જ જોઈ રહ્યાં છે. આ અંગેનો ખુલાસો ખુદ આ મહિલાએ જ કર્યો છે.
લુઈસા યુક્રેનની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્ઝર છે. અને સોશિયલ મીડિયા પર લાખો લોકો તેના ચાહક છે. તેનું આકર્ષક શરીર જોઈને ભલભલા લોકો દંગ રહી જાય છે. ફિલ્મની અભિનેત્રીઓ પણ તેના ફિગર સામે તો પાણી ભરે છે. લુઈસાએ તેની લવ લાઈફની સ્ટોરી શેર કરી છે. મહિલાનું કહેવું છે કે હજારો પુરુષોએ તેને લગ્નના પ્રસ્તાવ મોકલ્યા છે. પરંતુ તે હજુ પણ દુઃખી છે કારણ કે પુરુષો તેને યુદ્ધના નામે ફસાવવા માંગે છે. તેઓ તેની સુંદરતા અને ફિગરના દિવાના છે.
પુરુષો તેને પામવા માટે યુદ્ધના બહાનાનો ઉપયોગ કરે છે
લુઈસા ખોવાન્સ્કીએ ધ સનને જણાવ્યું કે, તેને યુક્રેન છોડવા માટે એક હજારથી વધુ લગ્નની ઓફર મળી છે અને પુરુષોએ રશિયાના આક્રમણથી રક્ષણ આપવા માટે પણ ઓફર કરી. પરંતુ દરેક વ્યક્તિ શારીરિક રીતે તેની નજીક આવવા માંગે છે. તે દુઃખની વાત છે કે પુરુષો તેને પામવા માટે યુદ્ધને બહાના તરીકે ઉપયોગ કરે છે.
મોડલના જણાવ્યા મુજબ યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે બિન અધિકૃત લોકો યુક્રેનના લોકોની લાચારીનો લાભ ઉઠાવી રહ્યા છે. યુક્રેનની મહિલાઓ પોતાની નગ્ન ફોટા વેચીને પૈસા ભેગા કરે છે. સુરક્ષા આપવાના બદલામાં ઘણી વખત લોકોએ મહિલાને સુવાની પણ ઓફર કરી છે..
હવે, હું યુક્રેનમાં જ રહેવા માંગુ છું
લુઈસાએ ધ સનને જણાવ્યુંકે, રશિયા અને યુક્રેન વચ્ચે હાલ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં ઘણું બધુ બરબાદ થઈ ગયું છે. લોકો અહીંથી પોતાનો જીવ બચાવીને સુરક્ષિત સ્થળે સ્થળાંતરીત થઈ રહ્યાં છે. એવામાં મારે પણ અહીંથી સ્થળાંતર કરવું હતું. પણ મારી સાથે કંઈક એવું બન્યું કે હવે મેં મારો વિચાર માંડી વાળ્યો છે. હવે હું યુક્રેનમાં જ રહેવા માંગું છું.
લુઈસાએ જણાવ્યું કે ઘણા લોકોએ મને તેની સાથે લગ્ન કરવા માટે યુક્રેન છોડવાનું કહ્યું, ઘણા લોકોએ રહેવા માટે જગ્યા ઓફર કરી. પરંતુ લુઈસા માને છે કે તેની દરખાસ્તો એક મોટો ખતરો છે. યુદ્ધ દરમિયાન યુક્રેનમાં રહેવા કરતાં આ પરિસ્થિતિને સ્વીકારવી વધુ જોખમી હતી. લુઈસા આગળ જણાવે છે કે, દુર્ભાગ્યે, કેટલાક પુરુષો યુક્રેનના યુદ્ધમાંથી લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મહિલાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આવા સમયમાં પણ કટ્ટરવાદ હજુ પણ ખૂબ જ મજબૂત છે.
‘યુક્રેન છોડવાના બદલામાં આવી માગ કરી’
લુઈસા કબૂલે છે કે તેણે સાજિક દબાણને કારણે સ્તન ઘટાડવાની શસ્ત્રક્રિયા કરવાનું વિચાર્યું છે. લુઈસાએ વધુમાં જણાવ્યુંકે, યુક્રેનથી લોકો જીવ બચાવીની બીજે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન મને પણ ઘણાં પુરુષોએ અહીંથી સુરક્ષિત સ્થળે લઈ જવા માટે મારી મદદ કરવા માટે ઓફર કરી. જોકે, બદલામાં તેમણે જે માંગ્યું એ સાંભળીને હું અવાક રહી ગઈ. ઘણાં પુરુષો મારું આકર્ષક શરીર જોઈને મારી નજીક આવવા માંગતા હતાં.
આ ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરતા લુઈસાએ જણાવ્યુંકે, ઘણાં પુરુષોએ તો મને એવું પણ કહી દીધું કે મને તારું ફિગર તારું ભરાવદાર શરીર ખુબ જ આકર્ષક લાગે છે. મારે તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે. તું મારી સાથે સુઈજા તો હું તને યુક્રેનથી બીજા સલામત સ્થળે લઈ જાવ. અને તને સુરક્ષા પણ પુરી પાડું. આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયાં.
લુઇસા ખોવાન્સ્કીના 2.6 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ
યુક્રેનની લુઈસા ખોવાન્સ્કી કહે છે કે વિશ્વભરના પુરુષોએ તેના સુધી પહોંચવા માટે યુદ્ધનો ઉપયોગ કર્યો છે. લુઇસા ખોવાન્સ્કીના 2.6 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. તેના ફેન્સ તેના શારીરિક દેખાવના દિવાના છે. લુઈસા કહે છે કે મારા ચાહકો જાણે છે કે લોકો મારા માટે કેમ દિવાના છે.
યુદ્ધે યુક્રેનને બરબાદ કરી દીધું છે, લુઈસા હાલમાં કીવમાં રહે છે, કારણ કે તેનું વતન રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું છે.