ટોપ ન્યૂઝવર્લ્ડ

ભારતીય મૂળના મહિલા બની શકે છે યુએસના નવા પ્રમુખ, જાણો કોણે કર્યો દાવો?

  • જો બિડેન ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત હોવાનો પણ દાવો
  • જો બિડેન ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદની રેસમાં પણ સામેલ નહીં થાય
  • પત્રકાર ટકર કાર્લસના દાવાથી સનસનાટી

વોશિંગટન, 03 જુલાઈ : અમેરિકામાં ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડિમેન્શિયાથી પીડિત જો બિડેન પદ છોડી શકે છે અને તેમની જગ્યાએ કમલા હેરિસ પ્રમુખ બની શકે છે. અમેરિકાના ફોક્સ ન્યૂઝના પૂર્વ હોસ્ટ ટકર કાર્લસના દાવાથી સનસનાટી મચી ગઈ છે. સાથે જ ટકર કાર્લસને અમેરિકન મીડિયાની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના મુખ્ય પ્રવાહના મીડિયાએ આ વાત છુપાવી છે. કાર્લસને કહ્યું કે અમેરિકાના અગ્રણી નેતાઓનું માનવું છે કે બિડેનનું માનસિક સંતુલન છેલ્લા કેટલાક સમયથી સારું નથી, તે ડિમેન્શિયા નામની બીમારીથી પીડિત છે. કાર્લસને દાવો કર્યો હતો કે જો બિડેનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના પ્રમુખ બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશથી ભારતમાં આવતાં મેડિકલ પ્રવાસીઓમાં 48%નો ઉછાળો નોંધાયો

પત્રકારો પર માહિતી છુપાવવાનો આરોપ

સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ ટકર કાર્લસને સિડનીમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકામાં સીએનએન પત્રકારોએ એ હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો છે કે જો બિડેનને ડિમેન્શિયા છે. કાર્લસને તો ત્યાં સુધી કહ્યું કે જો બિડેન પ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી રેસમાં પણ સામેલ નહીં થાય. તમને જણાવી દઈએ કે અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. કાર્લસનનો દાવો 27 જૂને એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ આવ્યો છે, જેમાં જો બિડેનનું પ્રદર્શન ચોંકાવનારું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ આ ચર્ચામાં બિડેન પર પ્રભુત્વ ધરાવતા જોવા મળ્યા હતા.

બિડેનના સ્થાને કમલા હેરિસ બનશે અમેરિકાના નવા પ્રમુખ

ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસને દાવો કર્યો હતો કે જો બિડેનને ડિમેન્શિયા છે, જે ભૂલી જવાનો રોગ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બિડેનના સ્થાને કમલા હેરિસને અમેરિકાના નવા પ્રમુખ બનાવી શકે છે. ટકરે અમેરિકન મીડિયાની ટીકા કરતા કહ્યું કે પત્રકારો મૂર્ખ છે અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર બેઈમાન છે, તેઓ સ્પષ્ટ માહિતી છુપાવે છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ

Back to top button