અમદાવાદમાં AMC દ્વારા ટેક્સ સંબંધિત ફરિયાદ નિવારવા માટે લોક દરબાર યોજાયો, જાણો કેટલી અરજીનો આવી
- શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 408 અરજીઓ આવી
- અરજીઓનો નિકાલ કરી AMCને 1 કરોડથી વધુ આવક થઈ છે
- રહેણાંકની જગ્યાએ ગોડાઉન કરી દીધો હોવાથી ફરિયાદ આવી
અમદાવાદમાં AMC દ્વારા ટેક્સ સંબંધિત ફરિયાદ નિવારવા માટે લોક દરબાર યોજાયો છે. જેમાં 1 એપ્રિલ, 2023થી 29 મે, 2024 દરમિયાન કુલ 3,23,885 ફરિયાદ આવી છે. તેમાં ટેક્સ ઘટાડાની 165, કબજેદાર-ટ્રાન્સફરની 366, નામ ટ્રાન્સફરની 708ની અરજી આવી છે. તેમજ શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 408 અરજીઓ આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બીયુ તેમજ ફાયર NOC ન લેનાર બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવાની ઔડાએ ચીમકી ઉચ્ચારી
અરજીઓનો નિકાલ કરી AMCને 1 કરોડથી વધુ આવક થઈ છે
AMC ટેક્સ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં નાગરિકોની પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુલ 1,659 અરજીઓ કરવામાં આવી હતી અને 1,073 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 408 અરજીઓ આવી હતી. આ અરજીઓનો નિકાલ કરી AMCને 1 કરોડથી વધુ આવક થઈ છે.AMCના ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં કુલ 1,659 અરજીઓ કરવામાં આવી હતી. જે પૈકી નવી આકારણી અંગેની 26, ટેક્સ ઘટાડા અંગેની 165, કબજેદાર- ટ્રાન્સફરની 366, નામ ટ્રાન્સફર અંગેની 708, ડુપ્લીકેટ બિલ અંગેની 5, અન્ય અરજી 210 તેમજ પ્રોફેશન ટેક્સ અંગેની 179 અરજીઓ રજૂ કરવામાં આવી હતી. AMCમાં તા. 1 એપ્રિલ, 2023થી તા.29 મે, 2024ના સમયગાળા દરમિયાન નાગરિકો દ્વારા ટેક્સ સંબંધિત કુલ 3,23,885 ફરિયાદો રજૂ કરાઈ છે તે પૈકી 2,15,212 ફરિયાદો મંજૂર કરાઈ છે અને તે પૈકી 84,402નો નિકાલ કરાયો છે.
રહેણાંકની જગ્યાએ ગોડાઉન કરી દીધો હોવાથી ફરિયાદ
સારંગપુરના રહીશે તેમના મકાનનો વપરાશ રહેણાંકની જગ્યાએ ગોડાઉન કરી દીધો હોવાથી ફરિયાદ લઈને આવ્યા હતા. જેમાં હાજર અધિકારીઓને રહેણાંક હોવાના, લાઈટ બીલ, ગેસ બિલ સહિતના પુરાવા આપ્યા છતાં પણ તેઓને યોગ્ય જવાબ ન મળતા અધિકારીઓ ઉપર બરોબરના બગડયા હતાં. એક મહિલાએ કહ્યું કે, ઘાસીરામની પોળમાં તેની માતાનું મકાન આવેલું છે અને તેનો એડવાન્સ ટેકસ ભરીએ છતાં તે રહેણાંક વિસ્તારને અધર્સમાં ગણી દીધું હતું, જેને તેઓ ગોડાઉન ગણે છે.