ટ્રેન્ડિંગધર્મ

12 વર્ષ બાદ કુબેર યોગના નિર્માણથી આ ત્રણ રાશિઓને 2025 સુધી લાભ

  • કુબેર દેવગુરૂ બૃહસ્પતિ 1 મે 2024થી વૃષભ રાશિમાં વિરાજમાન છે. 13 મે 2025 સુધી તે આજ રાશિમાં રહીને કુબેર યોગનું નિર્માણ કરશે

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ઘટના અત્યંત શુભ માનવામાં આવી છે. એવી માન્યતા છે કે અનેક શુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થાય છે. જેનો શુભ-અશુભ પ્રભાવ 12 રાશિઓ પર પણ પડે છે. જ્યારે કુબેર દેવગુરૂ બૃહસ્પતિ 1 મે 2024થી વૃષભ રાશિમાં વિરાજમાન છે. 13 મે 2025 સુધી તે આજ રાશિમાં રહીને કુબેર યોગનું નિર્માણ કરશે. એવી માન્યતા છે કે જ્યારે કુંડળીના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી પોતાની રાશિમાં કે ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત રહે છે, બીજા કે અગિયારમાં ભાવના સ્વામીઓની વચ્ચે પરસ્પર રાશિ વિનિમય હોય કે યુતિ હોય તો કુબેર યોગનું નિર્માણ થાય છે.

જ્યોતિષમાં કુબેર યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ યોગથી વ્યક્તિને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. જાતકના જીવનમાં ધન-દોલત, સુખ-સંપતિની કમી રહેતી નથી. વ્યક્તિ જીવનભર સુખ-સુવિધાઓમાં જીવન પસાર કરે છે. કુબેર રાજયોગથી એક વર્ષ સુધી કેટલીક રાશિઓને ખૂબ લાભ થશે.

12 વર્ષ બાદ કુબેર યોગથી આ ત્રણ રાશિઓને 2025 સુધી લાભ hum dekhenge news

મેષ રાશિ

કુબેર રાજયોગથી મેષ રાશિના જાતકોને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થશે. આવકના નવા સાધનોથી લાભ થશે. ધનની તંગીથી છુટકારો મળશે. પ્રોફેશનલ લાઈફમાં પણ બઢતીના અવસર મળશે. વેપારીઓ માટે શુભ સમય સાબિત થશે. બિઝનેસમાં નફો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મા લક્ષ્મીની કૃપા થશે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે કુબેર યોગ લાભકારી સાબિત થશે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વિદેશયાત્રાના યોગ બનશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. સંતાન પક્ષ તનરફથી સારા સમાચાર મળશે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો સફળ થશે. નોકરી-બિઝનેસમાં સફળતા મળશે.

સિંહ રાશિ

કુબેર યોગથી સિંહ રાશિના લોકોની સુતેલી કિસ્મત જાગશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થશે. વેપારમાં નફો થશે. ધન-દોલતમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.

આ પણ વાંચોઃ મંગળનો મિત્રની રાશિમાં પ્રવેશ, 7 જુલાઈથી આ રાશિઓનું થશે મંગળ

Back to top button