શિમલા, મનાલી અને કસોલમાં એન્જોય કરો મોનસુન, પાછા આવવાનું મન નહીં થાય
- જો તમે પણ હિલ સ્ટેશન ફરવાનું પ્લાનિંગ કરતા હો તો હિમાચલ પ્રદેશને પસંદ કરી શકો છો. તેના લોકપ્રિય હિલ સ્ટેશન મનાલી, શિમલા તો ખૂબ પસંદ કરવામાં આવે છે આ ઉપરાંત તમે અન્ય જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો છો
તમે વરસાદની સીઝનમાં ફેમિલી સાથે કે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો હિલ સ્ટેશનની સફર યાદગાર હોઈ શકે છે. જો તમે પણ હિલ સ્ટેશન ફરવાનું પ્લાનિંગ કરતા હો તો હિમાચલ પ્રદેશને પસંદ કરી શકો છો. તેના લોકપ્રિય હિલ સ્ટેશન મનાલી, શિમલા તો ખૂબ પસંદ કરવામાં આવે છે આ ઉપરાંત તમે અન્ય જગ્યાઓની પણ મુલાકાત લઈ શકો છો. હિમાચલમાં ફરવા માટે મોનસુન સૌથી બેસ્ટ જગ્યા હોય છે. આ સીઝનમાં ચારેય બાજુ હરિયાળી હોય છે અને હવામાન ખુશનુમા હોય છે. વરસાદમાં ઠંડી થયેલી હવા મન મોહી લે છે.
હિમાચલના પાંચ લોકપ્રિય હિલસ્ટેશન વિશે જાણો
મનાલી
મનાલી હિમાચલ પ્રદેશનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે. તે બરફથી ઢંકાયેલા પર્વતો, લીલાછમ પહાડો અને રોમાંચક ગતિવિધિઓ માટે જાણીતું છે. ચોમાસામાં મનાલીમાં ભારે વરસાદ પડે છે, જે તેને વધુ સુંદર બનાવે છે.
શિમલા
શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની અને એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા, સ્થાપત્ય કળા અને વાઇબ્રન્ટ માર્કેટ માટે જાણીતું છે. ચોમાસામાં શિમલામાં હળવો વરસાદ પડે છે, જે તેને જોવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે.
ધર્મશાલા
ધર્મશાલા હિમાચલ પ્રદેશનું એક શાંત અને સુંદર હિલ સ્ટેશન છે. તે દલાઈ લામાના નિવાસસ્થાન અને તિબ્બટી સંસ્કૃતિના કેન્દ્ર તરીકે ઓળખાય છે. ચોમાસામાં, ધર્મશાળામાં મધ્યમ વરસાદ પડે છે, જે તેને આરામ કરવા અને પ્રકૃતિનો આનંદ માણવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે.
ડેલહાઉસી
ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું એક નાનકડું અને આકર્ષક હિલ સ્ટેશન છે. તે તેના પાઈન જંગલો, તળાવો અને વાસ્તુકળા માટે જાણીતું છે. ચોમાસામાં, ડેલહાઉસીમાં હળવો વરસાદ પડે છે, જેના કારણે ત્યાં ટ્રેકિંગ અને કેમ્પિંગ પણ વધુ પ્રમાણમાં થાય છે.
કસોલ
કસોલ હિમાચલ પ્રદેશનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. તે તેના સુંદર દ્રશ્યો, શાંત વાતાવરણ અને રોમાંચક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ચોમાસામાં કસોલમાં ભારે વરસાદ પડે છે, જે તેને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ બનાવે છે.
આ પણ વાંચોઃ વરસાદમાં ખતરનાક સાબિત થઈ શકે છે ફરવાની આ જગ્યાઓ, ન જવામાં જ ભલાઈ