ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકા બાદ હવે કેનેડામાં ગોળીબાર, 3 લોકોના મોત

Text To Speech

કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં સોમવારે વહેલી સવારે ગોળીબારની ઘટના બની. જેમાં 3 લોકોના મોત થયા છે. તો પોલીસે આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

કેનેડાના લેંગલી શહેરમાં ફાયરિંગ

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ જણાવ્યું હતું કે હુમલાખોરે બેધર લોકો પર ગોળીબાર કર્યો છે. જે લોકોના મોત થયા છે તે ત્રણેય બેઘર લોકો છે. હુમલો યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યો છે. આ હુમલો લેંગલીના વ્યસ્ત વિસ્તારમાં થયો હતો. લેંગલી ટાઉનશીપમાં પણ ગોળીબારના અહેવાલ છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગોળીબારમાં માત્ર એક જ વ્યક્તિ સામેલ હતી કે તેની સાથે અન્ય કેટલાક લોકો હતા.

હુમલામાં ત્રણ લોકોના મોત 

પોલીસના જણાવ્યા અનુસાર, વિલોબ્રુક મોલ, ફ્રેઝર હાઇવે પર કાસ્કેડ કેસિનો, લોગન એવન્યુ પર બસ લૂપ, ગ્લોવર રોડ અને એક સ્ટોર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, વિલોબ્રુક મોલમાં કાળા રંગના પોલીસ વાહન પર 10 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે લગભગ 6.30 વાગ્યે વિસ્તારમાં એલર્ટ જારી કરીને લોકોને સંબંધિત વિસ્તારમાં ન જવાની સલાહ આપી. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળે જતો રસ્તો પણ બંધ કરી દીધો હતો.

વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો 

લેંગલી અને લેંગલી ટાઉનશીપ શહેરની બહારના વિસ્તારોને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે લોકોને 200 સ્ટ્રીટ અને લેંગલી બાયપાસ નજીકના વિસ્તારમાંથી બહાર રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે.

Back to top button