ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો કયા છે મેઘની આગાહી
- રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
- દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
- વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું
ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં રાજ્યમાં કયાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સુરત, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.
નવસારી, ડાંગ, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે નવસારી, ડાંગ, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જુલાઈના પ્રથમ દિવસે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે. આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં 11 ટકા ઘટ જોવા મળી છે. જોકે, જુલાઈમાં ભારે પૂરની આગાહી પણ આપવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે લા-નીનાના લીધે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ, અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી અને પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી સાથે જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, આણંદ, વડોદરા અને બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદ, મોરબી અને દીવમાં ભારે વરસાદની આગાહીથી લોકો સતર્ક થયા છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.