સમગ્ર હિન્દુ સમાજને હિંસક ન કહેવાયઃ PM મોદીની રાહુલ ગાંધીને ફટકાર, અમિત શાહે માફી માંગવા કહ્યું
- જેઓ પોતાને હિન્દુ કહે છે,તેઓ દિવસ-રાત હિંસા કરે છે: વિપક્ષ નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી
- શાસક પક્ષના સાંસદોએ હંગામો મચાવતા રાહુલ ગાંધીએ કહ્યું: ભાજપ હિન્દુ સમાજ નથી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલના નિવેદન પર વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હી, 1 જુલાઇ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સોમવારે ભગવાન શિવની તસવીર બતાવીને હિન્દુ ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આવા નિવેદનથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. જે પછી લોકસભામાં ભારે હોબાળો થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ શાસક પક્ષને કહ્યું કે, “જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા, હિંસા, હિંસા; નફરત, નફરત, નફરત; અસત્ય, અસત્ય, અસત્ય કરે છે. તેઓ હિન્દુ છે જ નહીં. જેઓ પોતાને હિન્દુ કહે છે, તેઓ દિવસ-રાત હિંસા કરે છે” ત્યારબાદ સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુરશી પરથી ઊભા થઈને રાહુલ ગાંધીના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. પીએમ મોદી અને અમિત શાહે રાહુલ ગાંધીને ઠપકો આપ્યો અને માફી માંગવા કહ્યું હતું.
#WATCH | Leader of Opposition in Lok Sabha, Rahul Gandhi says, “All our great men have spoken about non-violence and finishing fear…But, those who call themselves Hindu only talk about violence, hatred, untruth…Aap Hindu ho hi nahi…”
PM Modi is present in the House. pic.twitter.com/mdHtPI9TvL
— ANI (@ANI) July 1, 2024
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “આપણા તમામ મહાપુરુષોએ અહિંસા અને ડર દૂર કરવાની વાત કરી છે… પરંતુ, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત, અસત્યની જ વાત કરે છે… તમે હિન્દુ છો જ નહીં”
પીએમ મોદીએ રાહુલને આપ્યો જવાબ
#WATCH लोकसभा में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “लोकतंत्र और संविधान ने मुझे सिखाया है कि मुझे विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए।” pic.twitter.com/tBACkAu0TV
— ANI_HindiNews (@AHindinews) July 1, 2024
બાદમાં લોકસભામાં હોબાળો થતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમણે પીએમ મોદી, ભાજપ અને RSSને નફરતપૂર્ણ અને હિંસક કહ્યા છે, સમગ્ર હિન્દુ સમાજને નહીં. રાહુલના નિવેદન પર વાંધો વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ એટલું જ કહ્યું હતું કે, ‘સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવો ખૂબ જ ગંભીર બાબત છે. લોકશાહી અને બંધારણે મને શીખવ્યું છે કે મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવા જોઈએ.’ ત્યારે રાહુલ ગાંધીએ કહેવાનું શરૂ કર્યું કે, ‘નરેન્દ્ર મોદી આખો હિન્દુ સમાજ નથી. RSS એ સમગ્ર હિન્દુ સમાજ નથી.’
આ પણ જુઓ: ન્યાય પ્રણાલીનું સાચા અર્થમાં ભારતીયકરણ થયું, નવા કાયદા અંગે અમિત શાહનું નિવેદન