ફ્રિજમાં કેમ વધી રહ્યા છે બ્લાસ્ટના કિસ્સા? તમારા ફ્રિજને આ રીતે બચાવો
- સોશિયલ મીડિયા પર તો એસી અને ફ્રિજમાં બ્લાસ્ટ થવાના અનેક વીડિયો પણ જોવા મળે છે. તેની પરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ જો યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે
આ વર્ષે સખત ગરમી પડી હતી, તેના કારણે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી છે. સતત ચાલતી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સમાં બ્લાસ્ટ થવાના અનેક સમાચાર આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તો એસી અને ફ્રિજમાં બ્લાસ્ટ થવાના અનેક વીડિયો પણ જોવા મળે છે. તેની પરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ જો યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
આ કારણે ફ્રિજમાં થાય છે બ્લાસ્ટ
ફ્રિજ હોય કે એસી મોટાભાગના ગેઝેટ્સમાં આગ લાગવાનું એક ખાસ કારણ ઓવર હીટિંગ હોય છે. તપતી ગરમીમાં જ્યારે આગના ગોળા નીકળતા હોય ત્યારે ફ્રિજ સતત ચલાવી રાખવાથી તે જલ્દી ગરમ થઈ જાય છે. આ કારણે આગ લાગવાનો ખતરો વધે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ જ્યારે ગરમ થવા લાગે છે અને તેને ઠંડા થવાનો મોકો મળતો નથી ત્યારે તેમાં આગ લાગે છે. આ ઉપરાંત વીજળીમાં વારંવાર ફ્લ્ક્ચુએશન થવાથી પણ ફ્રિજના બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે.
ફ્રિજને બ્લાસ્ટથી બચાવવા માટે રાખો આ વાતનું ધ્યાન
સાવધાનીપૂર્વક ફ્રિજનો ઉપયોગ કરવાથી અને કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવાથી ફ્રિજને બ્લાસ્ટ થતા બચાવી શકાય છે.
વોલ્ટેજને કરો મેઈન્ટેન
ફ્રિજના બ્લાસ્ટ થવાના કારણોમાં એક કારણ વોલ્ટેજમાં થઈ રહેલું ફ્લક્ચુએશન પણ છે. વોલ્ટેજને મેઈન્ટેન રાખવા માટે ફ્રિજનો ઉપયોગ હંમેશા સ્ટેબેલાઈઝર સાથે જ કરો. સ્ટેબેલાઈઝર વિજળીના વોલ્ટેજને મેઈન્ટેન કરવાનું કામ કરે છે, જેના કારણે ઘરની વીજળીમાં ફ્લક્ચ્યુએશન રહ્યા બાદ પણ વોલ્ટેજ મેઈન્ટેન રહેશે, તેથી ફ્રિજમાં કોઈ ખતરો નહીં રહે.
ફ્રિજને કરો ડિફ્રોસ્ટ
આજકાલ બજારમાં એવા ફ્રિજ આવવા લાગ્યા છે જે ઓટોમેટિકલી ડિફ્રોસ્ટ થાય છે, પરંતુ હજુ પણ એવા ફ્રિજ આવે જ છે જેને સમયે સમયે ડિફ્રોસ્ટ કરવું પડે છે. જો તમારા ફ્રિજમાં ડિફ્રોસ્ટ માટે એક બટન આપેલું હોય તો અઠવાડિયામાં બે વખત તેને ડિફ્રોસ્ટ અવશ્ય કરો. તેનાથી ફ્રિજને બ્લાસ્ટ થવાથી બચાવી શકાશે અને ફ્રિજની લાઈફ વધશે તેમજ તે ખરાબ નહીં થાય.
ખુલ્લી જગ્યામાં રાખો ફ્રિજ
ફ્રિજને બ્લાસ્ટથી બચાવવા માટે તેને ખુલ્લી જગ્યામાં રાખવું ખૂબ જરૂરી છે. ફ્રિજમાં ત્યારે જ બ્લાસ્ટ થાય છે જ્યારે તેના કોમ્પ્રેસરને ઠંડો થવાનો મોકો મળતો નથી. જો ફ્રિજને કોઈ બંધ કે કમ્પ્રેસ જગ્યામાં રાખવામાં આવે જ્યાં આસપાસ હવા નથી, તો હીટના કારણે ફ્રિજને બ્લાસ્ટ થવાના ચાન્સ વધી જાય છે. તેથી ફ્રિજને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં તેના કમ્પ્રેસરને ખુલ્લી હવા મળી શકે.
મેઈન્ટેનન્સનું રાખો ધ્યાન
ફ્રિજનું સમયે સમયે મેઈન્ટેનન્સ કરવું પણ ખૂબ જરૂરી છે. તેમાં લાગેલા કોમ્પ્રેસરમાં ઓવરહીટિંગ કે લીકેજની સમસ્યા થઈ શકે છે. જેના કારણે બ્લાસ્ટની સમસ્યા વધી જાય છે. મેઈન્ટેનન્સથી તેના ફિલ્ટર સાફ થઈ જાય છે. જેના કારણે કોમ્પ્રેસર પર એકસ્ટ્રા લોડનો ખતરો પણ ટળી જાય છે.
આ પણ વાંચોઃ ખૂબ વધી રહ્યું છે વીજળીનું બિલ? જાણો કારણ અને બચાવવાની રીત