T20 વર્લ્ડકપટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પીએમ મોદીનો આભાર માન્યો, જાણો શું કહ્યું

Text To Speech
  • ભારતની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા

મુંબઈ, 1 જુલાઈ: બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચ જીતીને ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. કેપ્ટન રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને મળેલી જીતથી દરેક લોકો ખુશ છે. ભારતની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીનો આભાર માન્યો છે.

રોહિત શર્માને શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ રોહિત શર્માને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું હતું કે- “પ્રિય રોહિત શર્મા, તમારી આક્રમક માનસિકતા, બેટિંગ અને કેપ્ટનશિપે ટીમ ઈન્ડિયાને એક નવો આયામ આપ્યો છે. તમારી T20 કારકિર્દી હંમેશા યાદ રાખવામાં આવશે.” પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે તેમણે રોહિત શર્મા સાથે પણ વાત કરી છે.

 

રોહિત શર્માએ આપ્યો જવાબ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પીએમ મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જવાબ આપ્યો છે. રોહિત શર્માએ લખ્યું- “નરેન્દ્ર મોદી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર આ શબ્દો માટે. વિશ્વ કપને ઘરે પરત લાવવામાં સક્ષમ થવા પર આખી ટીમ અને મને ગર્વ છે. અમે એ વાતથી પણ ખૂબ જ પ્રભાવિત છીએ કે કેવી રીતે આ ક્ષણે દરેકને ખુશી આપી.”

આ પણ વાંચો: 40,000 ફૂટની ઊંચાઈએ ભારતની જીતની ઉજવણી, જૂઓ વીડિયો

Back to top button