સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
- મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો
- વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી
- સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ આવ્યો
સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું છે. તથા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો
કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.
વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી અને ભરૂચ, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.