વર્લ્ડકપ જીતીશું એવી જય શાહની ભવિષ્યવાણી સાચી પડી, જૂઓ વીડિયો
- અમદાવાદમાં વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ જય શાહે રાજકોટમાં એક સમારંભમાં કહ્યું હતું તેને આજે ક્રિકેટ ચાહકો યાદ કરે છે
મુંબઈ, 30 જૂનઃ બાર્બાડોસમાં ગઈકાલે રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવીને 2024નો ટી-20 વર્લ્ડકપ જીતી લીધો અને એ સાથે બીસીસીઆઈના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહની ભવિષ્યવાણી સાચી પડી છે.
ગઈકાલે ફાઈનલ મેચમાં છેલ્લી ઓવરમાં અત્યંત રોમાંચક સ્થિતિ થઈ ગઈ હતી અને એક તબક્કે ટીમ ઈન્ડિયાના ચાહકો હતાશ થઈ ગયા હતા કે હવે આ કપ આપણા હાથમાંથી ગયો. પરંતુ સમગ્ર ટીમે જબરજસ્ત ટીમવર્ક બતાવીને દક્ષિણ આફ્રિકાની ટીમને 169 રન સુધી સીમિત રાખીને મેચ જીતી લીધી હતી.
તે સાથે ભારતના અનેક ક્રિકેટ રસિયા જય શાહની ભવિષ્યવાણીને યાદ કરી રહ્યા છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ગત ફેબ્રુઆરીમાં એક સમારંભને સંબોધતા કહ્યું હતું કે, આપણે ભલે અમદાવાદ ખાતે 2023ની વર્લ્ડકપ ફાઈનલ જીતી ન શક્યા, પરંતુ મને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડકપ આપણે જરૂર જીતી જઈશું. જય શાહે આ નિવેદન 14 ફેબ્રુઆરીએ આપ્યું હતું. (જૂઓ વીડિયો) ટી-20 વર્લ્ડકપમાં જીતવાની જય શાહે જે આગાહી કરી હતી તે રાજકોટના એક સમારંભમાં કરી હતી.
VIDEO | Here’s what Asian Cricket Council president and BCCI secretary Jay Shah (@JayShah) said while addressing an event in Rajkot.
“In 2023 (final) at Ahmedabad, even though we did not win the World Cup after 10 straight wins, we won hearts. I want to promise you that in 2024… pic.twitter.com/GcEJjSdiLs
— Press Trust of India (@PTI_News) February 14, 2024
ક્રિકેટ ચાહકો એ વાત સ્વીકારે છે કે, જય શાહ સેક્રેટરી બન્યા પછી ભારતીય ક્રિકેટને, મહિલા ક્રિકેટને ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે. જય શાહે પેમેન્ટ સહિત વિવિધ સુવિધાઓ તેમજ ક્રિકેટની અન્ય બાબતોમાં કરેલા હકારાત્મક સુધારાને કારણે જ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા થોડા વખતથી ઘર આંગણે તેમજ વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે તેવું ક્રિકેટ રસિયાઓનું કહેવું છે.
14મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક ઇવેન્ટમાં જય શાહે કહ્યું હતું કે, ‘20234માં ભલે ભારત સતત 190 મેચ જીત્યા બાદ વર્લ્ડ કપ જીતી શક્યું નહીં, પરંતુ આપણે દિલ જીત્યા છે. હું તમને વચન આપું છું કે 2024 (ટી20 વર્લ્ડ કપ)માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં આપણે બાર્બેડોસમાં ભારતીય ધ્વજ લહેરાવીશું.’ આમ BCCIના સચિવ જય શાહે 135 દિવસ પહેલા જે ભવિષ્યવાણી કરી હતી તે આખરે સાચી પડી છે. આ પછી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં તેઓ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોવા મળી રહ્યા છે અને મેદાનની વચ્ચે ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદઃ શેલામાં આખી બસ ડૂબે એટલો મોટો ખાડો પડ્યો, ઘટનાનો લાઈવ વીડિયો જૂઓ