અમદાવાદ: જોધપૂર હિલ અને ફોર્ટ દ્વારા હળવદ ભવન હોલ સોલા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
અમદાવાદ 30 જુન 2024: અમદાવાદનાં સોલા ખાતે આવેલા શ્રી હળવદ ભવન હોલ ખાતે હળવદ ભવન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપૂર હિલ અને ફોર્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજીક આગેવાનો તથા લોકો મતદાન કરવા માટે આવ્યાં હતાં.
વધુમાં વધુ લોકો સ્વાસ્થ્ય સંબંધી લાભ લે તેવો હેતુ
હળવદ ભવન ટ્રસ્ટનાં મંત્રી રુદ્ર દત્ત રાવલે એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ વધુમાં વધુ લોકો સ્વાસ્થ્ય સંબંધી લાભ લઈ શકે અને નિરોગી રહે એવો છે. તેમજ સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને મદદ કરવાનો છે આથી સર્વેને વિનંતી છે કે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લેશો
મોટાભાગના રોગોની તપાસ વિના મૂલ્યે
કેમ્પમાં ઉપલબ્ધ સારવાર અંગે વાત કરતા પ્રમુખ ચિંતનભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં નિશુલ્ક આંખની તપાસ, નિશુલ્ક મોતિયાનાં ઓપરેશન, દાંતની તપાસ તથા રાહત દરે દાંતની સફાઈ તથા અન્ય ટ્રીટમેન્ટ, સીરોગ સંબંધિત સારવાર અને નિદાન, ચામડીના રોગોનું નિદાન, સાંધાના તથા હાડકાના રોગની તપાસ, વિનામૂલ્યે થાયરોઈડ ટેસ્ટ, હોમિયોપેથીક ઉપચાર તથા જરૂરી દવાઓ મફત, ફિઝયોથેરાપી અને એક્યુપ્રેસર થેરાપી અને ખાસ કરીને આયુર્વેદિક ડોક્ટરો દ્વારા તપાસ તથા દવાઓ મફત આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાત રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબનો પ્રારંભ, ટેક્નોલોજી સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન મળશે