T20 વર્લ્ડ કપ 2024: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો કર્યો નિર્ણય
બાર્બાડોસ, 29 જૂન: T20 વર્લ્ડ કપ 2024ની આજે ફાઈનલ મેચમાં ભારત (IND) અને દક્ષિણ આફ્રિકા (SA)ની ટીમો સામ સામે છે. કેન્સિંગ્ટન ઓવલ-બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ભારતે ટોસ જીત્યો છે અને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી
T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે હેડ ટૂ હેડ
- કુલ T20 મેચઃ 6
- ભારત જીત્યું: 4
- દક્ષિણ આફ્રિકા જીત્યું: 2
ત્રીજી વખત T20 ફાઈનલ રમવા ઉતરી ભારતીય ટીમ
17 વર્ષ પછી રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક છે. આ વખતે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 68 રને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. સૌ પ્રથમ ફાઈનલ 2007માં ભારતીય ટીમે રમી હતી. ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ પણ જીત્યું હતું. 7 વર્ષ પછી એટલે કે 2014ની સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, ત્યાર શ્રીલંકા સામે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ત્રીજી ફાઈનલ છે.
બાર્બાડોસ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પિચ પર બોલિંગ અને બેટિંગ બંનેને સમાન તકો મળે છે. આ પીચ પર ઝડપી બોલરોને મદદ મળે શકે છે. તેની સાથે બાઉન્સ પણ જોવા મળે શકે છે. મિડલ ઓવરોમાં સ્પિનરો પોતાનો જાદુ બતાવી શકે છે. પિચ પર પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 153 રન રહ્યો છે. આ મેચમાં ટોસની ભૂમિકા મહત્વની હોઈ શકે છે. આ મેદાન પર કુલ 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ ચૂક્યા છે. જેમાં 19 વખત પહેલી બેટિંગ કરનાર ટીમ જીતી છે. જ્યારે 11 વખત લક્ષ્યનો પીછો કરતી ટીમ જીતવામાં સફળ રહી છે. આ મેદાન પર સૌથી વધુ રન 172 રન ચેઝ કરવાનો રેકોર્ડ છે. માટે મેચ હાઈ સ્કોરિંગ બની શકે છે.
આ પણ વાંચો: IND vs SA ફાઈનલ વરસાદથી ધોવાઈ જશે તો કેવી રીતે નક્કી થશે વિજેતા, શું છે નિયમ? જાણો