અમદાવાદ: ચોરી કરાયેલી 4 વૈભવી કાર સહીત 3 ની ધરપકડ 2 ફરાર જાણો કઈ રીતે વેચતા હતા મોંઘી દાટ કારો!!!
અમદાવાદ 29 જૂન 2024 અમદાવાદ ઝોન-7 એલસીબી દ્વારા અલગ અલગ જગ્યાએથી ચોરી કરાયેલી ચાર કાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. 2 BMW, 1 આઈ ટ્વેન્ટી અને એક બલેનો કાર સાથે મહંમદ યાસર, આદિલખાન પઠાણ અને સમીર શેખ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ફરાર બે આરોપીની શોધખોળ હજુ પોલીસ કરી રહી છે. જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓનો ઇરાદો મોંઘી કારો ચોરી કરી અડધી કિંમતે વેચી નફો કરવાનો હતો ઝોન 7 એલસીબી ક્રાઈમે નિષ્ફળ કર્યો છે.
માસ્ટર માઈન્ડ મહંમદ યાસર કાર રીપેરીંગનું કામ કરતો હતો
આ પાંચ આરોપીઓની ટીમમાં માસ્ટર માઈન્ડ મહંમદ યાસર છે. જે કારના કાચ લગાવવાનું કામ કરે છે, જ્યારે તેણે કારની નકલી ચાવી બનાવવાથી લઈ લોક તોડવા સુધીની માહિતી હતી. જ્યારે આ બધા આરોપીઓ ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી કારને ધ્યાનમાં રાખી રાતના સમયે ગેરેજનું તાળું તોડી કારની ચોરી કરતા હતા અને તેને ઓછા ભાવે વેચી દેતા હતા
કાર ડોક્યુમેન્ટ વગર એક્ચુઅલ કિંમતના 30% ભાવે વેચતા
અમદાવાદ શહેર એમ ડિવિઝનના એસીપી AB વાળંદે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ચોરી કરેલી કારને આરોપીઓ કોઈ ડોક્યુમેન્ટ વગર એક્ચુઅલ કિંમતના 30% ભાવે વેચી દેતા હતા અને ખરીદવા વાળા પણ મળી રહેતા હતા. જ્યારે અગાઉ પણ આ પ્રકારે તેઓ અનેક કાર ચોરી કરી વેચી ચૂકેલા છે. જ્યારે ચોરાયેલી આ ચાર કાર વેચે તે પહેલા જ એલસીબીએ ચારેયને કાર્સ સાથે ઝડપી પાડ્યા હતા. કુલ પાંચ માંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે,જ્યારે બે આરોપી હજુ ફરાર છે જેના માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદઃ SOG એ 5.14 લાખના MD ડ્રગ્સ સાથે કરી 1 ની ધરપકડ; 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો 1 આરોપી