ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લદ્દાખમાં મોટી દુર્ઘટના, ટેન્ક એક્સરસાઇઝ દરમિયાન નદીના પાણીનું સ્તર વધ્યું, JCO સહિત 5 જવાનોના મૃત્યુ

Text To Speech
  • લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે બની મોટી દુર્ઘટના
  • જળસ્તર વધવાને કારણે સેનાનું એક ટેન્ક નદીમાં ફસાયુ અને ભરાઈ ગયું પાણી
  • ટેન્કમાં પાણી ભરાતાની સાથે જ નદીમાં ડુબ્યું, આ દુર્ઘટનામાં JCO સહિત સેનાના પાંચ જવાનના થયા મૃત્યુ

લદ્દાખ, 29 જૂન: લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે મોટી દુર્ઘટના થઈ છે. નદીમાં ટેન્ક ફસાઈ જવાથી JCO સહિત 5 જવાનોના મૃત્યુ પામ્યા છે. શુક્રવારે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનોની ટેન્ક પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, આર્મી ટેન્ક T-72 શ્યોક નદીને પાર કરવાની પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે પાણીનું સ્તર વધવાને કારણે ટેન્ક નદીની વચ્ચે ફસાઈ ગઈ હતી અને ત્યાર બાદ ટેન્કની અંદર પાણી ભરાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત સેનાના 5 જવાનોના મૃત્યુ થયા છે.

 

T-72 ટેન્કમાં સવાર હતા આર્મીના જવાનો

ઘટના સ્થળેથી સેનાના જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના લેહથી 148 કિલોમીટર દૂર બની હતી. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. આર્મીના તમામ જવાનો T-72 ટેન્ક પર સવાર હતા. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ દુર્ઘટના બાદ ઉડયન મંત્રાલયનો મોટો નિર્ણય, જાણો શું છે ?

Back to top button