ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ! મહિલા ટેસ્ટમાં પ્રથમ વખત 600 રન બનાવ્યા
- મહિલા ક્રિકેટ ટીમે 575 રનનો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાખ્યો, મહિલા ટેસ્ટ ક્રિકેટના 90 વર્ષના ઈતિહાસમાં મોટી સિદ્ધિ
ચેન્નાઈ, 29 જૂન: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે આજે શનિવારે અકલ્પનીય વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટેસ્ટમાં પ્રથમ વખત કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ટીમ ઈન્ડિયા હવે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર ધરાવતી ટીમ બની ગઈ છે. બીજા દિવસના પ્રથમ સેશનની રમત પણ ચાલી રહી છે અને ટીમ ઈન્ડિયાની માત્ર 5 વિકેટ પડી છે. સાઉથ આફ્રિકાની હાલત સાવ ખરાબ છે.
View this post on Instagram
115 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 603 રન બનાવ્યા
અત્યાર સુધીમાં ભારતીય ટીમે 115 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 603 રન બનાવી લીધા છે. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ટીમે 600 રનનો આંકડો પાર કર્યો છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હતો, જે તેમણે આ વર્ષે તે જ ટીમ સામે બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા સામે 575 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને દાવ ડિકલેર કર્યો હતો
View this post on Instagram
સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામેની પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં શેફાલી વર્માએ 205 રનની ઇનિંગ રમી હતી જ્યારે સ્મૃતિ મંધાનાએ પણ 149 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચા ઘોષે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી તો કેપ્ટન હરમનપ્રીત કૌરે 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે એક દાવમાં 600 રન બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે.
મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ સ્કોર
- ભારત – 603 રન (વિરુદ્ધ સાઉથ આફ્રિકા, ચેન્નાઈ ટેસ્ટ મેચ, વર્ષ 2024)
- ઓસ્ટ્રેલિયા – 575 રન (વિરુદ્ધ સાઉથ આફ્રિકા, પર્થ ટેસ્ટ મેચ, વર્ષ 2023)
- ઓસ્ટ્રેલિયા – 569 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગિલ્ડફોર્ડ ટેસ્ટ મેચ, 1998)
- ઓસ્ટ્રેલિયા – 525 રન (ભારત વિરુદ્ધ, અમદાવાદ ટેસ્ટ મેચ, 1984)
- ન્યુઝીલેન્ડ – 517 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, સ્કારબોરો ટેસ્ટ મેચ, 1996)
આ પણ જુઓ: IND Vs SA ટેસ્ટ ક્રિકેટમાં શેફાલી વર્માએ કર્યું મોટું કારનામું, આજ સુધી નથી થયું આવું….