Jioએ આપ્યો વધુ એક ઝટકો, આ બે સસ્તા રિચાર્જ પ્લાન હટાવ્યા
- Jio કંપનીએ રિચાર્જ વધારવાની સાથે સાથે બે સસ્તા પ્લાન કર્યા બંધ
- ઓછી કિંમતે લાંબી વેલિડિટી અને Unlimited 5G ડેટા આપતા પ્લાન કર્યા કંપનીએ બંધ
HD ન્યૂઝ ડેસ્ક, 28 જૂન: Jio એ તેના તમામ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જો કે, ગ્રાહકો પાસે હજુ પણ 3 જુલાઈ સુધી તેમના કનેક્શનને જૂના ભાવે રિચાર્જ કરવાનો વિકલ્પ છે. પરંતુ જિયોએ તેના રિચાર્જ પોર્ટફોલિયોમાંથી બે સસ્તા અને સારા પ્લાન દૂર કર્યા છે. આ બંને પ્લાન વૈલ્યુ ફોર મની રિચાર્જ હતા. જો કંપનીએ આ બંને પ્લાન ચાલુ રાખ્યા હોત તો ભવિષ્યમાં તેમને મોટું નુકસાન થઈ શકે એમ હતું, આ વાતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ બંને પ્લાનને હાલ હટાવી દીધા છે.
બે સસ્તા પ્લાન કંપનીએ કર્યા દૂર
જોકે, બ્રાન્ડ આ રિચાર્જ પ્લાનને ભવિષ્યમાં તેના પોર્ટફોલિયોમાં સુધારેલી કિંમતો સાથે પાછી ઉમેરશે. કંપનીએ આ રિચાર્જની વધેલી કિંમતો પણ શેર કરી છે. અમે વાત કરી રહ્યા છીએ Jioના રૂ. 395 અને રૂ. 1559ના પ્લાન વિશે, જે વેલ્યુ પ્લાનની યાદીમાં સામેલ હતા.
આ બંને રિચાર્જ અનલિમિટેડ 5G ડેટા સાથે આવતા હતા. ઓછી કિંમતમાં આ પ્લાન લાંબી વેલિડિટી આપી રહ્યા હતા, તેથી જ આ પ્લાન ગ્રાહકોને ખુબજ પસંદ આવી રહ્યા હતા. 395નો પ્લાન Unlimited 5G સાથે ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી ઓફર કરતો હતો, જ્યારે 1559 રૂપિયાનો પ્લાન Unlimited 5G સાથે 336 દિવસની વેલિડિટી ઓફર કરતો હતો.
હવે કેટલા રુપિયામાં આવશે આ પ્લાન?
Jio એ આ બંને પ્લાનને તેની અનલિમિટેડ 5G લિસ્ટ તેમજ તેના રિચાર્જ પોર્ટફોલિયોમાંથી હટાવી દીધા છે. નવી સૂચિમાં, આ યોજનાઓ વધેલી કિંમતો સાથે ઉપલબ્ધ થશે. કંપનીએ 1559 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1899 રૂપિયા કરી છે.
આ પ્લાન હજુ પણ 24GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 3600 SMS સાથે 336 દિવસની વેલિડિટી સાથે આવશે. 395 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન 3 જુલાઈથી 479 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આમાં 84 દિવસની વેલિડિટી માટે 6GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને અન્ય લાભો મળશે.
હવે નહીં મળે Unlimited 5G ડેટા
કંપનીએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. હવે Jioના પ્રીપેડ પ્લાન 155 રૂપિયાના બદલે 189 રૂપિયાથી શરૂ થશે. કંપનીનો પોસ્ટપેડ પ્લાન 299 રૂપિયાની જગ્યાએ 349 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપની 395 વાળા પ્લાનમાં Unlimited 5G આપી રહી હતી તે હવે બંધ થઈ જશે, હવે પછી કંપની માત્ર દૈનિક 2GB ડેટા કે તેથી વધુના પ્લાનમાં જ Unlimited 5Gની સુવિધા આપશે.
આ પણ વાંચો: આ 30 સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, તમારો ફોન તો નથી ને આ લિસ્ટમાં?