અમદાવાદ, 28 જૂન 2024, ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી ફૂડમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. 10 દિવસમાં ફૂડમાંથી જીવજંતુ નિકળવાના 6 કિસ્સાઓ બન્યાં છે. ત્યારે હવે અમદાવાદમાં જૈન ગૃહ ઉદ્યોગના અથાણાંમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે.શહેરના જોધપુર વિસ્તારમાં આવેલાં જૈન ગૃહઉદ્યોગમાંથી એક મહિના પહેલાં આ અથાણું ખરીદ્યું હતું અને રોજબરોજ ખાતા હતા. જેમાં એકદમ નીચેના ભાગે પહોંચતા તેમાંથી ગરોળી નીકળી હતી. આ અથાણાંના કારણે પરિવારને દર બે દિવસે ઝાડા-ઊલ્ટીની પણ અસર થતી હતી. જેનું કારણ અથાણાંથી ગરોળી હોવાનું ગઈકાલે સામે આવ્યું હતું.
એચડી ન્યુઝની ટીમ દ્વારા જૈન ગૃહ ઉદ્યોગનાં સ્ટાફ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ પ્રોડક્ટ વેચી છે અમને આ વસ્તુનો જરાય ખ્યાલ નથી, કે પ્રોડક્ટમાં અંદર ગરોળી છે. જોકે ગ્રાહક દ્વારા ડાયરેક્ટ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફુડ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેજલપુરથી અથાણું ખરીદ્યું હતું
અમદાવાદનાના જોધપુર વિસ્તારમાં રહેતાં પરિવારે 28 મેના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. દરરોજ થોડું-થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું. 27 જૂને ગુરૂવારે જ્યારે બરણીમાંથી અથાણું કાઢ્યું, ત્યારે છેલ્લા ભાગમાં નાનકડી ગરોળી નીકળી હતી. આ અથાણું સાણંદના શુભ અથાણાં ભંડાર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એક મહિના પહેલા આ અથાણાનો ડબ્બો ખરીદ્યો હતો
ભોગ બનનાર પરિવારના હીનાબેન રાવલે જણાવ્યું હતું કે, અમે એક મહિના પહેલા આ અથાણાનો ડબ્બો ખરીદ્યો હતો. અડધા ઉપર અમે અથાણું ખાધા બાદ ગઈકાલે જ્યારે રાત્રે અથાણું ખાવા માટે કાઢ્યું અને જોયું તો તેમાં ગરોળી નીકળી હતી. પહેલા અમને એવું લાગ્યું કે, કેરીનો કોઈ ટુકડો હશે, પરંતુ તે ગરોળી નીકળી હતી. જ્યારે અમે કેરીનું અથાણું જે સાણંદ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું તે કંપનીમાં ફોન કર્યો તો તેઓ અમને કોઈ સરખો જવાબ આપ્યો નહોતો. માત્ર અમે ડબ્બો બદલી આપીએ એવું કહી દીધું હતું.
આ પણ વાંચોઃગુજરાતની આ મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળી