ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

મહિનો પૂરો થાય એ પહેલા જ પૈસા થઈ જાય છે ખતમ? આ નાની ટિપ્સથી કરો બચત

  • મોટાભાગના લોકોને પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ કરતા આવડતું નથી અને આ કારણે પરેશાની આવે છે. જો તમે તમારા પગાર પ્રમાણે યોગ્ય મની મેનેજમેન્ટ કરી લેશો તો બચત 100 ટકા થશે

આખો મહિનો રાહ જોયા પછી હાથમાં પગાર આવે છે અને તે પણ જોતજોતામાં ખતમ પણ થઈ જાય છે. મહિનો પૂરો થાય તે પહેલા તો પૈસા પૂરા થઈ જાય છે. મંથ એન્ડમાં તો જાણે ગરીબ જેવી હાલત થઈ જાય છે. જો તમને પણ આવો જ અનુભવ થતો હોય તો તમે પણ આ નાની નાની ટિપ્સ અપનાવી શકો છો. આ ટિપ્સની મદદથી તમે પૈસા બચાવી શકશો. મોટાભાગના લોકોને પૈસાનું યોગ્ય મેનેજમેન્ટ કરતા આવડતું નથી અને આ કારણે પરેશાની આવે છે. જો તમે તમારા પગાર પ્રમાણે યોગ્ય મની મેનેજમેન્ટ કરી લેશો તો બચત 100 ટકા થશે.

પગારનો થોડો ભાગ અલગ કરો

તમને પગાર મળે કે તરત જ તેમાંથી કેટલોક ભાગ અલગ કરી દો. તમે તમારી સેલરી પ્રમાણે નક્કી કરી શકો છો કે તમારે કેટલા પૈસા અલગ રાખવાના છે. કોશિશ કરો કે બચતની રકમ અલગ કઢ્યા પછી તમામ ખર્ચો હવે પછીના બચેલા પૈસામાંથી કરો. બચતના પૈસાને ઈમરજન્સી દરમિયાન જ ખર્ચ કરો. જો તમે પહેલેથી આ પ્રકારનું પ્લાનિંગ કરશો તો સારી એવી બચત થઈ શકશે અને મહિનાના અંતમાં થોડા પૈસા પણ બચી જશે. મની મેનેજમેન્ટ તમને પૈસા બચાવવામાં 100 ટકા મદદ કરશે.

મહિનો પૂરો થાય એ પહેલા જ પૈસા થઈ જાય છે ખતમ? આ નાની ટિપ્સથી કરો બચત hum dekhenge news

બજેટ બનાવવું છે ખૂબ જરૂરી

તમને આ વાત સાવ સામાન્ય કે ફાલતુ લાગી શકે છે, પરંતુ આ સૌથી મોટી જરૂરિયાત છે. દરેક મહિનાનું બજેટ પહેલેથી બનાવીને જ રાખો. કમસે કમ એક મોટો હિસાબ તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારેક આપણે બજેટ બનાવ્યા વગર ફાલતૂ વસ્તુઓ અને જગ્યાઓ પર પૈસા ખર્ચી દઈએ છીએ. દર મહિને સેલરી મળે તે પહેલા એક બજેટ બનાવી લો અને તેમાં જરૂરી વસ્તુઓને સામેલ કરો. આ પ્રમાણે જ પૈસા ખર્ચ કરો.

સ્માર્ટ શોપિંગ કરો

જો તમે કોઈ સામાન ખરીદવા મોલમાં જશો તો શક્ય છે કે તમે વધારે ખર્ચ કરી બેસસો. આજકાલ ઘણી શોપિંગ એપ્સ છે, જ્યાં કોઈને કોઈ સેલ, ડિસ્કાઉન્ટ કે ઓફર્સ ચાલતી હોય છે. તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. જો તમે ઓનલાઈન સામાન મંગાવતા હો તો કોશિશ કરો કે જથ્થાબંધમાં જ સામાન મંગાવો. ઘરનું કરિયાણું તો જથ્થાબંધમાં જ લો. આમ કરીને તમે ઘણા પૈસા બચાવી શકશો.

ફાલતુના ખર્ચ પર લગાવો રોક

ઘણી વખત આપણે ફિઝુલખર્ચીના ચક્કરમાં ઘણા પૈસા ઉડાવી દઈએ છીએ. આ વસ્તુઓના લીધે જ આપણે મહિનાના અંતમાં પૈસા વગર રહેવું પડે છે. કોશિશ કરો કે ફાલતુના ખર્ચાથી બચો. ઘણી વખત આપણે એવો બિનજરૂરી સામાન ખરીદી લઈએ છીએ જેની જરૂર હોતી જ નથી. વધારેમાં વધારે ઘરનું બનેલું ભોજન જ ખાવ. તેનાથી પૈસા તો બચશે સાથે હેલ્થ પણ સારી રહેશે. હેલ્થના ખર્ચા પણ ઘટશે.

આ પણ વાંચોઃ એરટેલે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, ટેરિફમાં 10થી 21%નો કર્યો વધારો

Back to top button