સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જો કે, બંને સુપરસ્ટાર્સ તેમના કોઈપણ ફિલ્મ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં નથી. આ વખતે કારણ છે તેમની નેટવર્થ. હકીકતમાં, રજનીકાંત તમિલનાડુમાં સૌથી વધુ આવકવેરો ચૂકવનાર અભિનેતા બની ગયા છે. તો અભિનેતા અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા છે. તાજેતરમાં ઈનકમ ટેક્સ ડેના અવસર પર આવકવેરા વિભાગે બંને દિગ્ગજ કલાકારોનું સન્માન કર્યું છે. આ પછી તેમની સમૃદ્ધિની ચર્ચા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેની નેટવર્થ કેટલી છે અને તેઓ એક ફિલ્મ માટે કેટલી ફી લે છે. ચાલો જાણીએ…
તમને જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ચાહકો ભગવાનનો દરજ્જો આપે છે. ભલે રજનીકાંત પોતાની અમીરીનો કોઈ દેખાડો નથી કરતા, પરંતુ તેની પાસે ઘણા આલીશાન મકાનો અને મોંઘી કાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રજનીકાંત પાસે ચેન્નાઈના પોશ ગાર્ડનમાં એક આલીશાન ઘર છે. તેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. અભિનેતા પાસે કારનું સારું કલેક્શન છે. તેમની પાસે ઘણી લક્ઝરી એલીટ કાર હોવાની સાથે-સાથે તેમની પાસે એક કસ્ટમાઈઝ લીમોધીન છે. આમ તો તેની માર્કેટ કિંમત પાંચથી 6 કરોડ રૂપિયા છે, પરંતુ રજનીકાંતે તેને કસ્ટમાઇઝ કરાવી છે તો તેની કિંમત લગભગ 22 કરોડ રૂપિયા છે. રજનીકાંતની પાસે લગભગ 17 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ફેન્ટમ કાર છે. અભિનેતાની પાસે ‘રાઘવેન્દ્ર મંડપમ’ નામનો એક મેરેજ હોલ છે. રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 20 કરોડ રૂપિયા સુધી છે. સેલિબ્રિટી નેટવર્થ પર આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર, રજનીકાંતની નેટવર્થ લગભગ 365 કરોડ રૂપિયા છે. રજનીકાંત એક ફિલ્મ માટે લગભગ 55 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તાજેતરમાં આવકવેરા વિભાગે અભિનેતાનું સન્માન કર્યું છે. અભિનેતાની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
અભિનેતા અક્ષય કુમાર પણ બોલિવૂડના સૌથી વધુ ટેક્સ ચૂકવનાર એક્ટર બની ગયા છે. રિપોર્ટ અનુસાર, આવકવેરા વિભાગે તેમને એક સન્માન પત્ર આપ્યું છે. તેની તસ્વીર વાયરલ થઈ રહી છે. જોકે, હજુ સુધી અભિનેતાનું સત્તાવાર કોઈ નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, અક્ષય આ સમયે ઈગ્લેન્ડમાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે, અક્ષય કુમારની ટીમ આ સન્માન પત્ર લીધું છે. રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર તેમની એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક્ટિંગ સિવાય પણ તેમની કમાણીના અન્ય સ્ત્રોત છે. રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ નેટવર્થ લગભગ 369 કરોડ રૂપિયા છે. અક્ષય કુમારની પાસે ભારતની સાથે-સાથે કેનેડામાં પણ ઘણી પ્રોપર્ટી છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ એક ખાનગી જેટના માલિક છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: અક્ષય કુમારને ઈન્કમ ટેક્સ વિભાગે આપ્યું વિશેષ સન્માન, સૌ કોઈને થશે માન
તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર હાલ ઈંગ્લેન્ડમાં છે અને જસવંત સિંહ ગિલની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યા છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સામે ભૂમિ પેડનેકર પણ જોવા મળશે