ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ભારે ઉકળાટ બાદ ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા 27 જૂન 2024 : ડીસા પંથકમાં બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો હતો.
જોકે ગુરુવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસશે તેવું લાગતું હતું.તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો.ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં વોલીબોલી ટુર્નામેન્ટમાં સાંઈબાબા ટીમ નો વિજય