ટ્રેન્ડિંગધર્મ

જુલાઈમાં ગુરુ-મંગળ કરશે મોટી હલચલ, 45 દિવસ આ ત્રણ રાશિઓને થશે લાભ

Text To Speech
  • અનેક વર્ષ બાદ દેવગુરુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે મંગળ ગ્રહ 12 જુલાઈ 2024ના રોજ સાંજે 7 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે. જાણો ગુરુ-મંગળ મળીને કઈ રાશિનું કલ્યાણ કરશે

જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ ગુરુ અને મંગળને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને સાહસ, પરાક્રમ, ભૂમિ અને ઊર્જાનો કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહ સુખ-સંપદા, વૈભવ, ઐશ્વર્ય અને જ્ઞાનનો કારક છે. અનેક વર્ષ બાદ દેવગુરુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે મંગળ ગ્રહ 12 જુલાઈ 2024ના રોજ સાંજે 7 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળ કોઈ પણ રાશિમાં 45 દિવસ રહે છે. આવા સંજોગોમાં વૃષભ રાશિમાં વર્ષો બાદ મંગળ અને ગુરુની યુતિ બનશે. જાણો ગુરુ -મંગળ મળીને કઈ રાશિનું કલ્યાણ કરશે.

જુલાઈમાં ગુરુ-મંગળ કરશે મોટી હલચલ, 45 દિવસ આ ત્રણ રાશિઓને થશે લાભ hum dekhenge news

મેષ રાશિ

ગુરુ-મંગળ મળીને મેષ રાસિના લોકો માટે ખૂબ લાભકારી હશે. આ યુતિ તમારા ધનભાવમાં બનશે. ગુરુ અને મંગળ મળીને આકસ્મિક ધનલાભ કરાવશે. માન-સન્માનમાં વધારો થશે. વેપારમાં નફો થશે. આવકના નવા સ્ત્રોત ખૂલશે અને તમે બચત કરવામાં પણ સફળ રહી શકશો. આ સમયગાળો તમને આર્થિક ઉન્નતિ કરાવશે. તમારું કોઈ સપનું સાકાર થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળ અને ગુરુની યુતિ સકારાત્મક પરિણામ લઈને આવશે. આ ગ્રહોની યુતિથી તમારી આવકમાં વધારો થશે. નોકરિયાત જાતકોને પ્રગતિના યોગ બનશે. પરિવારનો સહયોગ મળશે. જીવનસાથીની મદદથી કોઈ પણ કામ સફળ થશે. એટલું જ નહિ તમે કંઈક નવું શીખી શકશો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને અટકેલા નાણા મળશે. મંગળ અને ગુરુના સંયોગથી તમારી કરિયર અને નોકરીમાં મહત્ત્વની અસરો થશે. નોકરિયાત લોકોને પ્રમોશનની સંભાવના છે. તમારા કામની પ્રશંસા થશે. નોકરીની શોધ કરતા લોકોને સારા સમાચાર મળશે. પિતાનો સાથ મળશે. આ સમયગાળામાં તમે ધનની બચત કરવાની સાથે આવકના નવાં સાધનો પણ શોધી શકશો.

આ પણ વાંચોઃ ભારતનાં ધર્મસ્થાનોની અનોખી કહાણી, ક્યાંક બુલેટ તો ક્યાંક થાય છે શ્વાનની પૂજા

Back to top button