જમીન ખોદતાની સાથે જ જોવા મળ્યો ડરામણા પ્રાણીનો ચહેરો, બહાર આવતા લોકો ડરના માર્યા ભાગ્યા, જૂઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર વારંવાર ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જમીન ખોદતાની સાથે જ તેમાંથી એક ડરામણું પ્રાણી બહાર નીકળે છે
HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન: સોશિયલ મીડિયા પર તમે પણ અવારનવાર આવા વીડિયો જોયા હશે જેમાં ક્યાંકને ક્યાંક ખોદકામ કરતી વખતે અંદરથી કંઈકને કંઈક કિંમતી વસ્તુ નીકળતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય ખોદકામ કરતી વખતે કોઈ ડરામણા પ્રાણીને બહાર આવતા જોયા છે? તાજેતરમાં, એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને અચાનક એક ખૂબ જ ડરામણા પ્રાણીનું માથું… મગર અંદરથી બહાર આવતો દેખાય છે. નવાઈની વાત એ છે કે તે જીવતો મગર છે. પરંતુ મગરને બહાર કાઢતા જ એક ડરામણી ઘટના બને છે, જેના કારણે લોકો ડરીને ભાગવા લાગે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક વખત ચોંકાવનારા વીડિયો વાયરલ થાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો @crazyclipsonlyનામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં એક જમીનનું ખોદકામ થતું જોવા મળે છે. પરંતુ જમીન તૂટતાં જ અંદરથી મગરનો ચહેરો દેખાય છે. લોકોએ તેમના હાથમાં હથોડી અને લાકડીઓ પકડી હતી, જેનાથી તેઓએ જમીન ખોદી હતી. લોકોના હાથમાં દોરડા પણ છે. એવું લાગે છે કે તેઓને ખ્યાલ હતો કે ત્યાં એક મગર છે.
જમીનની નીચેથી નીકળ્યા બે મગર
વીડિયોમાં જોઈ શકાય છે જમીન ખોદતી વખતે જમીનની નીચે દટાયેલો જીવતો મગર બહાર આવે છે. નીચે દટાયેલો હોવા છતાં તે જીવિત છે…તો પ્રશ્ન એ થાય છે કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? એક વ્યક્તિ હથોડી વડે મગરનું મોં દબાવતો જોવા મળે છે, તો બીજો વ્યક્તિ તેના મોં પર દોરડું બાંધવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી તેને બહાર કાઢી શકાય. હથોડીવાળો વ્યક્તિ પણ પાછળ જમીન તોડી રહ્યો છે, જેથી મગરને સરળતાથી બહાર નીકાળી શકાય. મગરને બહાર કાઢતાની સાથે જ તે ગોળ- ગોળ ફરવા લાગે છે અને દોરડાથી દૂર ભાગે છે. પરંતુ ડરામણી વાત એ છે કે બીજી જ ક્ષણે અંદરથી બીજો મગર બહાર આવે છે અને વીડિયો બનાવતા વ્યક્તિ તરફ ભાગવા લાગે છે. ધ્યાનથી જોશો તો બંનેની નીચે ત્રીજા મગરનું શરીર પણ દેખાય છે. આ નજારો રુવાટા ઉભા કરી દે એવો છે.
અહીં જૂઓ વીડિયો:
I could not believe my eyes pic.twitter.com/tbndJIjWCX
— Crazy Clips (@crazyclipsonly) June 26, 2024
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને 3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે, ‘મગર લાંબા સમય સુધી હાઇબરનેટ કરી શકે છે, તેથી તેઓ ક્યારેક જમીનની નીચે દટાયેલા હોય છે.’ એકે કહ્યું કે, ‘આ વીડિયો 2 વર્ષ પહેલા ઇન્ડોનેશિયાનો છે. જમીનની નીચેથી અવાજ આવી રહ્યો હતો, તેને તોડીને જોયું તો અંદરથી ત્રણ મગર બહાર આવ્યા હતા.’
આ પણ વાંચો: બેંકના એક મેનેજરનું ખુરશીમાં બેઠા-બેઠા થઈ ગયું મૃત્યુ, CCTV થયો વાયરલ