શું તમને પણ જોઈ રહ્યા છો શહેરમાં ઘર ખરીદવાનું સપનું? એકવાર આ વીડિયો જોઈ લેજો
- એક વ્યક્તિએ એક વીડિયોમાં સોસાયટીના 4BHK અને 6BHK ફ્લેટની કિંમત જણાવી છે. આ ફ્લેટની કિંમત જાણીને સામાન્ય માણસનું સપનું રોળાઈ શકે છે
HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન: દરેક વ્યક્તિના વિચારો અને ઈચ્છાઓ અલગ – અલગ હોય છે. પરંતુ એક એવી ઈચ્છા છે જે દરેક મનુષ્ય માટે સામાન્ય છે. જી હા, તમે સાચું જ વિચાર્યું, દરેક વ્યક્તિનું સપનું હોય જ છે કે પોતાની કમાણીથી પોતાનું એક ઘર ખરીદવું. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ગમે તેટલો સમય લાગે પણ તે જ્યાં કમાતો હોય ત્યાં તેની પાસે એક ઘર તો હોવું જ જોઈએ. જે તેણે તેની મહેનતના પૈસાથી ખરીદ્યું હોય. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી એવું લાગે છે કે ઘણા લોકો માટે આ સપનું માત્ર સપનું જ ન રહી જાય. આવું અમે કેમ કહી રહ્યા છીએ એ તો તમને પુરા સમાચાર વાંચ્યા અને વાયરલ વીડિયો જોયા પછી જ ખબર પડશે.
વીડિયોમાં વ્યક્તિએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ એક સોસાયટીની સામે ઊભેલો જોવા મળે છે જે હાલમાં નિર્માણાધીન છે. વીડિયોમાં તે કહે છે, ‘મિત્રો, આજે હું ATS નાઈટબ્રિજ પર એક સોસાયટી જોવા આવ્યો હતો. મેં તેમનો 4 BHK ફ્લેટ જોયો છે. કલ્પના કરો કે તેની કિંમત કેટલી હશે? 15 કરોડ રુપિયા 4BHKના અને 6BHKના 25 કરોડ રુપિયા. તે વીડિયોમાં આગળ કહે છે, આજે હું એ વિચારવા મજબૂર થઈ ગયો કે આ 4 BHK ફ્લેટ ક્યા લોકો ખરીદી રહ્યા છે. તેઓ એવું તો જીવનમાં શું કામ કરતા હશે? મને તો આ ભાવ સાંભળીને વિચાર આવ્યો કે હું ગમે તેટલી નોકરીઓ બદલી નાખું કે પછી ગમે તેટલું ટ્રેડિંગ કરી નાખું કે રોકાણ કરી નાખું, શું હું મારા જીવનમાં ક્યારેય આ સોસાયટીમાં 4BHK ખરીદી શકીશ?
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર wittyengineer_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અનેક લોકોએ આ વીડિયોને જોયો છે અને અનેક લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આટલી કિંમતમાં ફ્લેટ ખરીદવાની કોઈ જરૂર નથી, તેના કરતા તમે જમીન ખરીદી અને તેના પર બંગલો બનાવો. અન્ય યુઝરે લખ્યું- તમે ખોટી જગ્યાએ પહોંચી ગયા છો. ત્રીજા યુઝરે લખ્યું- ભાઈ, તું એકલો ચિંતામાં હતો ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે તો તે અમને પણ ચિંતામાં મુકી દીધા. જ્યારે એક યુઝરે લખ્યું- ભાઈ તારે એકલાને જ દુઃખી થવું હતું, અમને શું કામ કિધું, અમને પણ દુઃખી થવા પર મજબૂર કરી દીધા.
આ પણ વાંચો: વ્યક્તિએ રીલ માટે લીધું એવું જોખમ કે જીવની પણ ના કરી પરવા, વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું…