ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થયો

  • કરોડો રૂપિયા મંજૂર થયા છતા હજુ સુધી કામગીરી શરૂ કરાઇ નથી
  • ચોમાસામાં રાજમહેલને નુકસાનીની દહેશત છે
  • સરકારે બ્યુટીફિકેશન માટે 27 કરોડ મંજૂર કર્યા છે

ગુજરાતના અમરેલી શહેરમાં જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થયો છે. જેમાં તંત્ર દ્વારા જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજમહેલ જર્જરિત થતા જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તેમજ કરોડો રૂપિયા મંજૂર થયા છતા હજુ સુધી કામગીરી શરૂ કરાઇ નથી.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 4 દિવસ વરસાદની આાગહી, જાણો કયા થશે મેઘમહેર 

કરોડો રૂપિયા મંજૂર થયા છતા હજુ સુધી કામગીરી શરૂ કરાઇ નથી

કરોડો રૂપિયા મંજૂર થયા છતા હજુ સુધી કામગીરી શરૂ કરાઇ નથી. તેમજ થોડા સમય પહેલા પ્રવેશ દ્વાર પાસે સ્લેબ તૂટ્યો હતો. અમરેલીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યકાળ દરમિયાન ભવ્ય રાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી આ રાજમહેલમાં અમરેલીના કલેકટર સહિતની કચેરીઓ પણ બેસતી હતી.અમરેલી શહેરમાં રાજાશાહીકાળનો આ એકમાત્ર મહેલ છે જ હયાત હાલતમાં છે. વહીવટી તંત્ર દ્વારા જાળવણીના અભાવે આ રાજમહેલ જર્જરિત બની જતા જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તે પછી પણ મહેલની દરકાર લેવામાં આવી નથી અને ક્યારેય પણ રીનોવેશન કરવામાં આવ્યું નથી.

સરકારે બ્યુટીફિકેશન માટે 27 કરોડ મંજૂર કર્યા છે

અમરેલીમાં જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થયો છે. જેમાં ચોમાસામાં રાજમહેલને નુકસાનીની દહેશત છે. તેમાં તંત્ર દ્વારા જાળવણીના અભાવે રાજમહેલ જર્જરિત થયો છે. તેમજ રાજમહેલ જર્જરિત થતા જુદી જુદી કચેરીઓનું સ્થળાંતર કરાયુ છે. તથા રાજમહેલમાં કલેકટર સહિતની કચેરીઓ બેસતી હતી. તેમજ સરકારે બ્યુટીફિકેશન માટે 27 કરોડ મંજૂર કર્યા છે. અમરેલીના ધારાસભ્યના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા આ રાજમહેલનું રીનોવેશન, તેમાં મ્યુઝિયમ બનાવવું, બહારના ભાગે બગીચો, લાઇબ્રેરી તેમજ બ્યુટીફિકેશનની કામગીરી માટે રૂ.27 કરોડની રકમ મંજૂર કરવામાં આવેલી છે. તેને એક વર્ષ થઈ ગયું છે પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી. બીજી તરફ થોડા સમય પહેલા રાજમહેલના પ્રવેશ દ્વાર પાસેનો ભાગ તૂટી પડ્યો હતો. હાલમાં ચોમાસાની શરૂઆત થઈ હોવાના કારણે ફરી એક વખત વરસાદના કારણે આ રાજમહેલને નુકસાન થાય તેવી દહેશત સેવવવામાં આવી રહી છે.

Back to top button