ટ્રેન્ડિંગમનોરંજન

Kalki 2898 AD પહેલા જ દિવસે કરશે 200 કરોડની કમાણી? રીલીઝ પહેલા રેકોર્ડ

Text To Speech
  • પ્રભાસના ફેન્સ તેની ફિલ્મ Kalki 2898 AD રીલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે, હૈદરાબાદમાં તો આ ફિલ્મની 10 લાખ કરતા વધુ ટિકિટ વેચાઈ ગઈ છે

સુપરસ્ટાર પ્રભાસની છેલ્લી ફિલ્મ સાલાર બ્લોકબસ્ટર હિટ રહી હતી. હવે થિયેટર્સમાં તેની ફિલ્મ Kalki 2898 ADની રાહ છે. આ મેગાબજેટ ફિલ્મ થિયેટર્સમાં રીલીઝ થઈ રહી છે, પરંતુ રીલીઝ પહેલા જ ફિલ્મ એક પછી એક કમાણીના રેકોર્ડ તોડવા લાગી છે. ઓપનિંગ ડે માટે અત્યાર સુધી ફિલ્મની 13 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે, જેમાંથી 10 લાખથી વધુ તો માત્ર હૈદરાબાદની છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં પ્રભાસની ફેન ફોલોઈંગ ખૂબ વધારે છે.

કલ્કિએ રીલીઝ પહેલા બનાવ્યો રેકોર્ડ

Kalki 2898 AD હિંદી ઉપરાંત તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજીમાં પણ રીલીઝ થવાની છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો લગભગ 35 કરોડ રૂપિયાની કમાણી આ ફિલ્મ ઓલરેડી કરી ચૂકી છે. લગભગ 600 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મનું તેનો ખર્ચ કાઢવા માટે ઓપનિંગ વીકનું કલેક્શન તગડું હોય તે જરૂરી છે. સૌથી સારો રિસ્પોન્સ આ ફિલ્મના તેલુગૂ વર્ઝનને મળી રહ્યો છે. હૈદરાબાદમાં ફિલ્મના ઓપનિંગ ડે માટે અત્યાર સુધી સૌથી તગડા પ્રી-સેલ્સનો રેકોર્ડ બનાવી લીધો છે.

Kalki 2898 AD પહેલા જ દિવસે કરશે 200 કરોડની કમાણી? રીલીઝ પહેલા બનાવ્યો રેકોર્ડ hum dekhenge news

કેટલું થશે કલ્કિનું ફર્સ્ટ ડેનું કલેક્શન

Kalki 2898 AD ફિલ્મે માત્ર હૈદરાબાદમાંથી જ 14 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. આ લિસ્ટમાં બીજી પોઝિશન પર 12 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રભાસની જ ફિલ્મ સાલાર છે. હૈદરાબાદમાં પ્રભાસે પોતાની જ ફિલ્મનો રેકોર્ડ તોડી દીધો છે. ઓપનિંગ ડે કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનું ફર્સ્ટ ડેનું કલેક્શન 200 કરોડની આસપાસ હોઈ શકે છે. ફિલ્મની ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસની કમાણી 120 કરોડ રૂપિયા આસપાસ અને ઓવરસીઝ ગ્રોસ કલેક્શન 60 કરોડથી વધુ રહી શકે છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી અનંત-રાધિકા સાથે પહોંચ્યા શિંદેના ઘરે, CMને આપ્યું લગ્નનું આમંત્રણ

Back to top button