ઉત્તર ગુજરાતગુજરાત

કોંગ્રેસે રાષ્ટ્રીય કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી : કિર્તીસિંહ વાઘેલા

Text To Speech
  • ઈન્દીરાએ 25 જૂન 1975 ના દિવસે સત્તા માટે દેશને ખાડામાં ધકેલી દીધો હતો.

બનાસકાંઠા 25 જૂન 2024 : 25 જૂન 1975 ના દિવસે લાગેલી રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે બનાસકાંઠા જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ભાજપ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આજનો દિવસ કે આપણા દેશના ઇતિહાસમાં કલંકિત અને કાળો દિવસ છે. આપણા દેશના બંધારણથી ઉપર કંઈ જ નથી. 25 જૂન 1975 ના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે આ દેશ પર કટોકટી નાખી હતી. અને જેમાં દેશના બંધારણને સ્થગિત કરી દેવામાં આવ્યું અને જેમાં વિરોધ પક્ષ હોય કે પત્રકાર હોય દેશના આગેવાનો, દેશના યુવાનો હોય કે વિદ્યાર્થી હોય દરેકનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લગભગ બે વર્ષ સુધી લાખો લોકો કટોકટી સમયનો ભોગ બન્યા હતા.

બનાસકાંઠાના લગભગ પાંચ વ્યક્તિઓને જેલમાં લઇ જવાયા. તેમાં લેખરાજ બચાણી, હરિસિંહ ચાવડા, ડીસાના હરિભાઈ પ્રજાપતિ, ગંજ બજારના પ્રતિષ્ઠિત વેપારી પણ હતા સાથે ત્રણ વિદ્યાર્થી યુવા નેતાઓને પણ વિના કારણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એ કાળા દિવસોને આજે પણ યાદ કરીએ છીએ તો ખરેખર ધ્રુજી જવાય છે. કટોકટીના સમયમાં જે લોકોએ લોકશાહીને બચાવવા માટે દેશના તમામ રાજનેતાઓ, યુવાનો,પત્રકારો, મહિલાઓને તેમના પરિવારોએ જે યોગદાન આપ્યું તે બદલ અમે એમને નત મસ્તક વંદન કરીએ છીએ .આજે ભાજપની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની નેમ મૂકી દેશના વિકાસ માટે આગળ ધપી રહ્યા છે અને દેશ વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવે તે માટે અવિરત કામ કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, કાર્યક્રમના ઇન્ચાર્જ યશવંતભાઈ બચાણી, જીલ્લા ભાજપના મિડિયા ઇન્ચાર્જ રશ્મિકાન્ત મંડોરા સાથે ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા, પાલનપુર, દાંતીવાડામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

Back to top button